Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
રમાં એવું પરિવર્તન થવા પામ્યું કે મૂર્તિપૂજા છેડી દઈને નિરાકાર પરમાત્માની ઉપાસના તેઓ કરવા લાગ્યા, અને તેના અંગે અપૂર્વ અને પ્રેરક એવું સુંદર પ્રાર્થનાનું સાહિત્ય ગુજરાતીમાં એમણે રચ્યું. એમની જ ઈશ્વર પ્રાર્થનામાળા” તે જેમને ધર્મમાં કંઈક પણ શ્રદ્ધા છે તેમને આશા અને પ્રેરણાને એક જીવંત ઝરો માલુમ પડશે. એમનાં એ પદો અને પ્રાર્થનાઓ વાંચતાં કે ગાતાં આપણે કંઈક અનેરું સુખ અને આનંદ શાન્તિ અને આશ્વાસન અનુભવીએ છીએ; અને એટલે સમય આપણે જાણે કે પૃથ્વી પરથી દૂર થઈને કઈ દિવ્ય ધામમાં વિચરતા હોઈએ અને ત્યાંનું પવિત્ર અને આલ્ફાદક વાતાવરણ, અવનવું બળ, પ્રેરણા અને પ્રોત્સાહન અર્પતું હોય, એવી લાગણી ઉદ્દભવે છે. એમની અન્ય સેવાઓ કદાચ વિસરાય પણ આ એમનું ધાર્મિક સાહિત્ય એમનું નામ સદા અમર રાખશે. અને એમના ચરિત્રકારના શબ્દોમાં કહીશું કે,
જ્યાં સુધી મધુર ગુર્જર ભાષા જીવંત રહેશે ત્યાં સુધી પ્રાર્થના સમાજના સ્થાપક, પ્રવર્તક, પ્રચાલક અને તેને મનઃશક્તિ સમર્પણ કરતાં અદભુત કવિતાના ઉત્પાદક ભેળાનાથ સારાભાઈનાં શુદ્ધ, પ્રઢ મધુરવાણીમાં આવિર્ભાવ પામેલાં, ગંભીર અર્થે વિચારથી ગભિત કાવ્યો લોકપ્રિય રહી લોકોના આનંદમાં, સુખમાં, આશ્વાસનમાં વૃદ્ધિ કરતાં રહેશે.”+
પાછલી અવસ્થામાં એમની બધી વૃત્તિ પ્રભુપરાયણ બની ગઈ હતી અને સંત તેમજ ભક્ત પુના સમાગમથી એમને કંઈક અજબ પોસા-- હન પ્રાપ્ત થતું હતું. એમની કસોટી થતી ન હોય એમ પ્રાઢાવસ્થામાં સાંસારિક દુખ એમના પર એક પછી એક સામટાં આવી પડયાં હતાં. તેમ છતાં પ્રભુમાં પૂર્ણ આસ્થા વડે તેઓએ મનની સમતા રાખી એ ઘાની વેદના. ધિર્યથી સહન કરી હતી અને એક પ્રસંગે મિત્રને કહ્યું હતું, કે, . : આ દુનિયામાં માણસની સ્થિતિ રણભૂમિમાં ચાલનાર યોદ્ધાના જેવી છે. આમથી તેમથી અનેક ગોળીઓને પ્રહાર શરીર ઉપર પડયે જાય. છે, પણ યોદ્ધો તે તરફ લક્ષ ને આપતાં એક સીધે રસ્તે છેવટના લક્ષ્ય તરફ દૃઢ પગલે ચાલ્યો જાય છે. સંસારનાં દુઃખોમાં માણસે પણ તેમજ કરવાનું છે.”
+ ભેળાનાથ ચરિત્ર, પૃ. ૧૯૯ • ભેળાનાથ ચરિત્ર, પૃ. ૧૪૨