Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૬૨
દફતરદારના એધે હતા. ભોળાનાથભાઈ એમને એકના એક પુત્ર અને તે વળી લાડકવાયા; તેમ છતાં તેમને શિક્ષણ આપવામાં સારાભાઈ ખાસ કાળજી લેતા, ફારસી ભાષાનું જ્ઞાન તે પોતે જ તેમને આપ્યું હતું. પ્રથમ તેમને ન્યાય ખાતામાં નોકરી મળી હતી. પછી મુન્સીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં તેઓ શરૂઆતમાં કહ્યું છે તેમ, મુસીફની જગ પર નિમાયા, અને ત્યાંથી વધતે વધતે સદર અમીન પ્રિન્સિપાલ સદર અમીન અને ફરટ કલાસ સબ જડજની પદવી સુધી પહોંચ્યા હતા. નોકરી દરમિયાન એમની કાબેલિયત, ન્યાયનિપુણતા અને પ્રમાણિકતાથી પ્રસન્ન થઈ સરકારે એમને રાવબહાદુરનો ઈલ્કાબ બ હતો એટલું જ નહિ પણ બીજા વર્ગના સરદાર નીમીને અને એક ગામ ઇનામમાં આપીને એમની ઉત્તમ સેવાની ખાસ કદર કરી હતી.
આ તે એમની અંગત નોકરીના કાર્યની આપણે નેંધ કરી. સંસાર સુધારા પરનું એમનું કાર્ય પણ એવું વખાણવા લાયક માલુમ પડે છે.
વિધવા વિવાહ વિષે એમના વિચાર કેટલા દિલસેજ અને ઉદાત્ત હતા એનો એક દાખલો છેક સન ૧૮૪૯ ની સાલને એમની ડાયરીમાં લખેલો મળી આવે છેઃ
૨૪ નવેમ્બર ૧૯૪૯ ને દિવસે કેઈ વિધવાનું તુરત જન્મેલું બાળક કોઈને હાથ લાગ્યાની ખબર જાણ્યાથી એમણે નીચે પ્રમાણે ટીકા લખી છે –
It seems some widow has committed this cruel act for fear of Caste-people. God Almighty may move the Caste-people to allow widows to remarry if they please.”
બાળલગ્નને ચાલ તે સમયે સર્વત્ર પ્રચલિત હતું અને તેમાં આબરૂ મનાતી; પણ ભોળાનાથભાઈએ એ ચાલમાંનાં અનિષ્ટ તો નિહાળીને એમના પુત્ર અને પુત્રીનાં લગ્નની વયનું પ્રમાણુ પ્રતિદિન વધારતા રહ્યા હતા; અને મહીપતરામને પરદેશ ગમન કર્યા બદલ જે સતામણી જ્ઞાતિ તરફથી થઈ હતી તે વિકટ પ્રસંગે એમની કુમકમાં રહીને ભોળાનાથભાઈએ એક મિત્ર તરીકે એક સુંદર કૃત્ય કર્યું હતું; અને એ વિષયને ચર્ચત “ નાગરમિત્ર” નામક એક નિબંધ, રચીને મહેમાહે કુસંપ નહિ કરવા અને પક્ષ નહિ બાંધવા તેમાં જ્ઞાતિબંધુઓને વિનંતિ કરતાં લખ્યું હતું કે – * * ભોળાનાથ સારાભાઈ જીવનચરિત, પૃ. ૭.