Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૬
“બ્રાંતિ સંહાર નામનું એક નાટક પણ તેમણે જ લખી આપ્યું હતું, અને વધુમાં તેઓ મેનેજીંગ કમિટીના સભ્ય પણ હતા. બીજા પુત્ર આપારાવનું સત્તાવીસમા વર્ષે અકાળે અને દુ:ખદ મૃત્યુ થતાં ભોળાનાથભાઈએ તેમના નામની એક લાઈબ્રેરી સ્થાપવા રૂ. ૧૦૦૦૦) આપ્યા હતા અને તે ફંડ હાલમાં સંસાઈટી હસ્તક છે. આપણું અગ્રગણ્ય વિદ્વાન શ્રીયુત નરસિંહરાવ તે એમની વિદ્યાર્થી અવસ્થા પૂરી થઈ નહતી તે પહેલાંથી બુદ્ધિપ્રકાશમાં લેખો લખી મેકલતા; અને તેની સાથે કઈ કઈ કાર્યને અંગે કમિટીને સૂચના પણ કરતા હતા. એમણે જોડણુ વિષે પ્રથમ લેખ લખેલ તે બુદ્ધિપ્રકાશના વધારા તરીકે વહેંચાયો હતે; અને “મેઘદૂત” પરનું એમનું અવલોકન પણ એવી રીતે વધારા તરીકે છપાયું હતું. “જોડણી” વિષેને લેખ એમણે કમિટીને અભિપ્રાય માટે મોકલેલે, તે પરથી ચર્ચા થઇને સોસાઈટીએ ગુજરાતી શબદ સંગ્રહ પ્રથમ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો હતે. “સ્મરણ મુકુર ”માં એ સમયનું એક સુખદ સ્મરણ નરસિંહરાવભાઈએ નીચે પ્રમાણે નેંધ્યું છેઃ
“પહેલે પ્રસંગ–ઈ. સ. ૧૮૮૨ માં ભીમરાવના મેઘદૂત ઉપર અવલોકન “બુદ્ધિપ્રકાશ' માં પ્રગટ કરવાના ઉદ્દેશથી હું મહીપતરામને હેમની ઓફિસની રૂમમાં મળ્યાઃ મહારો લેખ હેમના હાથમાં આપો. આરમ્ભમાં ઘણાંએક પાનાં ધ્યાન દઈને એ વાંચી ગયા; શે ઉત્તર મળશે તે માટે મહાર હદય ધડકતું હતું; “હાવાંજ લખાણ હમારે જે ળેિ ,” એમ ઉત્સાહથી બેલીને પિતાને અસાધારણ આનન્દ એઓએ જણાવ્યું; અવલોકન સ્વીકાર્યું, વિશેષ લંબાણવાળું હોવાથી “બુદ્ધિપ્રકાશ' ના વધારા તરીકે કડકે કડકે પ્રગટ કરવાની યોજના પસંદ કરી અને આ લખાણના બદલામાં વર્નાક્યુલર સોસાઈટીને મહને લાઈફ મેમ્બર બનાવ્યો.”
અને વધારે ખુશી થવા જેવું એ છે કે ભોળાનાથભાઈના હિત્રી લેડી વિદ્યાબહેન સોસાઈટીનાં અત્યારે નરરી સેક્રેટરી છે. આમ ભોળાનાથભાઈ અને એમના કુટુંબીજનેને સોસાઈટી સાથે સંબંધ આરંભથી આજ દિન સુધી એકસરખે સચવાઈ રહ્યો છે, એ બનાવ જેમ લોજીંબીભર્યો તેમ ગારવવાળો છે.
ભેળાનાથભાઈને જન્મ સન ૧૮૨૨ માં વડોદરામાં લીમડા પિળ જે પિળ હરગોવિંદદાસ કાંટાવાળા અને સાહિત્યકાર'ના દી વસવાટથી સાહિત્યરસિકને સુપરિચિત છે તેમાં થયેલ હતું. એમના પિતા સારાસાંઈ .
+ સ્મરણ મુકુર પૃ. ૪૪-૪૫.