Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૭
મમ રાવસાહેબ મહીપતરામ રૂપરામે ૧૮૭૭ ની સાલથી ઘણી લાંબી મુદ્દત સુધી આનરરી સેક્રેટરી તરીકે સાસાઇટીની ધણી સારી સેવા બજાવી છે. સેાસાઇટી જે હાલ આટલી ઉન્નતિએ પહોંચી છે, તે તેમનેજ લીધે છે. તેથી હું ધારું છું કે . સાસાઈટી તરફથી તેમનું કંઇક સ્મારક થવું. જોઇએ. એ પ્રમાણે અગાઉ સેાસાઇટી તરફથી થયલું છે. તેથી એવી દરખાસ્ત કરૂં છું, કે ‘રાવ સાહેબ મહીપતરામ રૂપરામના સ્મારક માટે રૂ. ૧૬૦૦) ઇલાયધા કાઢવા; અને તેમાંથી એક આલ પેન્ટિંગ તસવીર તૈયાર કરાવી હિમાભાઇ ઇન્સ્ટિટયુટમાં મૂકવી, અને બાકીના રૂપિયાના વ્યાજમાંથી દર વર્ષે એ રૂપાના ચાંદ (મેડલ) કરાવવા, અને તેમાંના એક ચાંદ અમદાવાદ મેલ ટ્રેનિંગ કાલેજમાં સૌથી ઊંચા વની પરીક્ષામાં સૌથી ઉપર નમ્બરે ગુજરાતી ભાષા જ્ઞાનમાં પાસ થનારને આપવા, તથા ટ્રેનિંગ કોલેજમાં સૌથી ઊંચા વગમાં સાથી ઉપર ન ખરે શિક્ષણ પદ્ધતિમાં પાસ થનારને આપવા. ’×
.
સન ૧૮૯૫ માં સ્વસ્થની ક્ષ્મી હિમાભાઈ ઈન્સ્ટીટયુટમાં મૂકવાને એક જાહેર સમારંભ એ પુસ્તકાલયના મધ્યસ્થ હાલમાં અમદાવાદના છઠ્ઠા જડજ મી. મેકાલના પ્રમુખપદે થયા હતા. અને એમના સ્મરણાર્થ પ્રજા તરફથી જાહેર ધરાણું થયું હતું તેમાંથી મહીપતરામ રૂપરામ અનાથાશ્રમની સંસ્થા સ્થાપવામાં આવી હતી. એ આશ્રમ આજે ગુજરાતમાં પહેલે નંબરે છે તેમ હજારા અનાથ બાળકો અને વિધવાઓને આશ્રય અને સહાયતા આપીને તેમનાં જીવન સુખી કરે જાય છે, તે નિહાળીને સ્વર્ગસ્થના આત્મા ખરેખર સંતુષ્ટ થતા હશે !
* એ ગુ. વ. સાસાઇટીના સન ૧૮૯૩ ના વાર્ષિક રીપેાટ', પૃ. ૧૨.
..
જીએ “ બુદ્ધિપ્રકાશ, ' સન ૧૮૯૫, રૃ, ૨૯.