Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
બીજે એક પ્રસંગે એમનાં કાર્ય વિષે બેલવા ઉભા થતાં શ્રીયુત કાવસજીએ જણાવ્યું હતું.
* ધર. સા. મહીપતરામ રૂપરામ સી. આઈ. ઈ. આ સેસાઇટીને હિતને અર્થે હંમેશ મુજબ પિતાના અંતઃકરણથી તથા ઉલટથી સાઈટીને આનરરી સેક્રેટરી તરીકે ઘણું મહેનત લે છે. દરેક મંડળની ચડતી તેના સેક્રેટરીની ઉલટ ઉપર આધાર રાખે છે. ર. સા. મહીપતરામની મહેનત તથા ઉલટ ચડતા દરજજાની છે, અને અંગ્રેજી કહેવત પ્રમાણે
He is the life and soul of the society. 't call સંસાઈટીના પ્રાણ અને આત્મા છે.) - સાઈટીની એમની સેવા પર અમે કંઈ અભિપ્રાય આપીએ તેના કરતાં “બુદ્ધિપ્રકાશ' માં એમની મૃત્યુ નોંધ લખનાર લેખકે જે વિચાર તે વખતે વ્યકત કર્યા હતા તે ઉતારવા બંધબેસ્તા થશેઃ તે : “એમણે પ્રથમ સન ૧૮૭૭ ના નવેંબરમાં એ ખાતાને કાર્યભાર પિતાને સ્વાધીને લીધે ત્યારથી અત્યાર સુધીમાં સોસાઈટીની થાપણ જે રૂ. ૨૮૦૦૦) ની અંદર હતી તે હાલ લાખ ઉપર ગઈ છે, અને એકજ દ્રશ્ય ફંડ હતું તેમાં વધારે થઈને હાલ એકંદર વિશ ટ્રસ્ટ ફંડ સાઈટીને સ્વાધીનમાં આવેલાં છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની એ ઉન્નતિ ર. સા. મહીપતરામનાં બાહોશી, નિઃસ્પૃહ ઉદ્યમ, સાઈટીનું સતત હિતચિંતન, અને લોકને એમના વિષેને પૂર્ણ વિશ્વાસ સિવાય બીજું શું બતાવી આપે છે ?”
એમના એ યશસ્વી વહિવટની કદર તરીકે, એમના દુઃખદાયક અવસનની નોંધ લેવા સેસાઇટીની સામાન્ય સભા મળી હતી તેમાં, એમના કુટુંબીજને દિલાસાપત્ર મોકલી આપવાનો ઠરાવ કરી, સ્વર્ગસ્થનું કાયમ
સ્મારક ઉભું કરવા સાટીના ફંડમાંથી રૂ. ૧૬ ૦૦) ની રકમ જુદી કાઠવાને નિર્ણય થયો હતે.
સદરહુ દરખાસ્ત એમના પ્રિય શિષ્ય લાલશંકરે રજુ કરી હતી. તે ડરાવના શબદ નીચે પ્રમાણે હતા . # બુદ્ધિપ્રકાશ સન ૧૮૮૭ પૃ. ૨૨.
* બુદ્ધિપ્રકાર સન ૧૮૯૧, જુન, વધારે પૃ. ૨,