Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૮
રાગ સેરઠ, તે તો ઘરમાં ઘર કીધું, વાલમ વરણાગિયારે.”—એ રાગમાં. ધન્ય! ધન્ય! કુળ, સુશીળ જ્યાં સંતાન છે રે.–ટેક. સદાચારની છા૫ પ્રથમથી, પડી જાય મધુરી સુખથી, વાણી વદશે શિશુ એ કેવું માન છે રે ? ધન્ય! ૧ કઈ પરાયું ઘરમાં આવે, અમ બેસે કહી રિઝાવે, માત્ર આર્યના બાળકની એ સાન છે રે ધન્ય! ધન્ય! ૨ વિનય વડે નિજ ધર્મ પ્રમાણ, પાન સેપારી અથવા પાણી; આ આપે એ શું ઓછું જ્ઞાન છે રે, ધન્ય! ધન્ય! ૩
ગ્ય પુસ્તક પ્રીતે વાંચે, અજબ પ્રશ્ન કરી ઉરમાં રાચે, મનુજ જમના સુખનું સત્ય નિદાન છે રે. ધન્ય! ધન્ય! ૪ રમે જમે કાં હસે મળીને, કલહ ન કરશે લેશ છળીને; આમ સંપ જયાં, સપતનું ત્યાં સ્થાન છે રે ધન્ય! ધન્ય ! વિવેકમાં જ્યાં બાળ વસે છે, જગપતિ તેને શુભ ફળ દે છે; બાળ સુલક્ષણ સવર્ણામૃતનું પાન છે રે. ધન્ય! ધન્ય! ૬ જે બાળકને જેવી શિક્ષા, કુળાચરણુજ પૂર્ણ પરીક્ષા ! નથી નિશાની બીજી એજ નિશાન છે રે. ધન્ય! ધન્ય! ૭ એક શામ દુલભના મનમાં લાગી છે લગની દશનમાં જે બાળકનાં માતાપિતા વિધાન છે રે. ધન્ય! ધન્ય ! ૮
ત્યારપછી કન્યાશાળાની છેડીઓએ નવલરામકૃત બાળ ગરબાવળીમાંથી બે મધુર ગીત ગાઈ સંભળાવી સભાનું મન રંજન કર્યું.
ત્યારબાદ રાવબહાદુર લાલશંકરે ઉઠીને કહ્યું કે એક બીજી વિશેષ ખૂશીની વાત મારે જણાવવાની છે, તે એ છે કે રાવબહાદુર રણછોડલાલે - કન્યાશાળામાં તેમની સ્વજ્ઞાતિની એટલે સાઠોદરા નાગરની સૌથી ઉપર નંબરે પાસ થનાર છેડીને વાર્ષિક રૂ. ૫૦) ની સ્કોલરશિપ આપવાને તેમને વિચાર મને જણાવ્યું છે, અને એ સ્કોલરશિપ તેઓ તેમના પત્ર ૨.૨. ચીનુભાઈની મમ સ્ત્રી સૌભાગ્યવતી દેવલક્ષ્મીના સ્મરણાર્થે તે નામથી આપવા માગે છે. વળી તેમણે જણાવ્યું કે હાલ વખત ઘણો થઈ ગયો છે, તેથી છોડીઓને ઈનામ આપવા માટે પુસ્તકે મંગાવેલાં છે, તે હાલ ન વહેંચતાં | બપોરે વહેંચવાનું રાખીએ છીએ. હાલ માત્ર પતાસાંજ વહેંચાવીએ છીએ.
પતાસાં વહેંચાઈ રહ્યાં, એટલે પ્રેસિડન્ટ સાહેબે લંબાણ ન કરતાં ટૂંકામાં જ થોડાક ગ્ય શબ્દ કહી સંભળાવ્યા, અને પાન ગોટા ગુલાબ વગેરેથી સભાજનનું યોગ્ય સન્માન થયા પછી સભા વિસર્જન કરી.
" જુઓ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૨, પૃ. ૨૩૩.