Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૬ લોકના આરોગ્યને ખાતર દવાખાનાં ખેલ્યાં છે, અને તે ઘણું સારા પાયા પર ચાલે છે. આ પ્રમાણે લેકને પ્રથમ રેજી મેળવી આપી અને ત્યાર પછી તેમના આરોગ્યને બંદેબસ્ત કરી, હવે જાણે તેમના સુખમાં જ્ઞાનસંપત્તિ વડે વધારે કરવાને, આ કન્યાશાળા સ્થાપી છે. હાલ તે આ કન્યાશાળા નાના પાયા પર છે, તે પણ રાવબહાદુર રણછોડલાલની રીત છે કે જે કામ તેઓ હાથમાં લે છે, તેને પૂરેપૂરા સારા પાયા પર આપ્યા વગર રહેતા નથી, તે પ્રમાણે કન્યાશાળાના સંબંધમાં તેઓ કર્યા વિના રહેશે નહિ, એમ ખાતરી છે.
ઉપરની મતલબનું બેલીને રાવસાહેબ નરભેરામ બેઠા પછી રાવસાહેબ માધવલાલ હરિલાલ ઊઠીને બેલ્યા, અને તેમણે તેમના ભાષણ દરમિયાનમાં જણાવ્યું કે શાળાઓમાં ધર્મ સંબંધી શિક્ષણ દાખલ કરવામાં સરકારને મુશ્કેલી રહેલી છે. રાજ્ય કરતી પ્રજાને ધર્મ જૂદ છે, અને તેની સાથે હિંદુસ્તાનના લોકોમાં ધર્મભેદને સુમાર નથી. એથી કરીને સરકારને ધર્મ સંબંધી શિક્ષણની બાબતમાં અલગ રહેવું પડે છે. સ્ત્રી કેળવણીની અગત્ય વિષે વિવેચન કરતાં, તેમણે જણાવ્યું કે પ્રાચીન સમયના કરતાં આપણું લેક હાલ એ બાબતમાં ઘણું પાછળ પડયા છે. ખરું જોતાં પુરૂષના કરતાં સ્ત્રીની સારી કેળવણીની વધારે જરૂર છે. નાનપણમાં બાળકોને ઉછેરવાનું કામ તેમના હાથમાં રહે છે, તેથી જે માતાને સારી કેળવણુ મળી હોય છે, તે તેનાં છોકરાં પણ ઘણાં સારાં થાય છે. એ ઉપરથી જણાશે કે પુરૂષો કરતાં સ્ત્રી કેળવાયાથી વધારે લાભ થાય છે. એ બાબત ઉપર એમણે નેપોલિયન બોનાપાર્ટનું દૃષ્ટાંત આપ્યું. નેપોલિયન પિતે એમ કહેતો હતો કે “મારામાં જે સઘળી દૂશિયારી આવી છે તે સઘળે પ્રતાપ મારી માતાને છે, અને દુનિયામાં મહાપુરુષ થવા માટે પ્રથમ તેમની માતાઓને ઘણું સારું જ્ઞાન આપવાની જરૂર છે.'
એ મતલબનું બેલીને રાવસાહેબ માધવલાલ બેઠા પછી પંડિત મૂળરાજ શર્માએ ઊઠીને હિંદીમાં એક છટાદાર ભાષણ કર્યું. અને તે દરમિયાન તેમણે પોતે છેક પંજાબથી ગુજરાત સુધી જોયેલી સ્ત્રી વર્ગની વિદ્યાસંપત્તિ સંબંધી પડતી દર્શાવી, પ્રાચીન સમયમાં કેવી કેવી વિદ્વાન સ્ત્રીઓ થઈ ગઈ છે, તે જણાવી દેશની ઉન્નતિ ખાતર સ્ત્રી કેળવણુની અતિશય વૃદ્ધિ થવાની આવશ્યક્તા બતાવી; તથા તે તરફ થતા પ્રયત્નની પ્રશંસા કરી.