Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
સંભળાવ્યા પછી, રા. બે, લાલશંકરે કન્યાશાળાની અગત્ય વિષે લંબાણથી. અને દલીલ સાથે અસરકારક વિવેચન કર્યું અને તે દરમિયાન જણાવ્યું કે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને જે ઉત્તમ કેળવણું મળતી હતી, તે હાલના સમયમાં નાશ પામી છે, અને તેથી કરીને આપણે સ્ત્રી વર્ગ કેટલી હલકી પંક્તિએ આવી પહોંચ્યો છે, અને સ્ત્રી વર્ગના અજ્ઞાનને લીધે. આખા દેશની કેટલી ખરાબી થઈ છે ? દેશની ઉન્નતિ થવા માટે ઠામ ઠામ કન્યાશાળા સ્થપાઈ સ્ત્રી કેળવણું સઘળે સાધારણ થઈ પડવાની જરૂર છે. વિશેષમાં તેમણે એ જણાવ્યું કે સરકાર તરફથી ચાલતી શાળાઓમાં ધર્મ સંબંધી કશું શિક્ષણ આપવામાં આવતું નથી; અને મિશન તરફથી ચાલતી શાળાઓમાં ખ્રિસ્તી ધર્મ શિક્ષણ આપવામાં આવે છે, તે આપણું લોકને અનુકૂળ નથી. એ કારણોને લીધે હાલની કન્યાશાળાઓમાં શીખતી છેડીઓને મન પર રહે એવું કશું ધર્મ સંબંધી શિક્ષણ ન મળવાથી, ગેરલાભ થાય છે. એ અડચણ દૂર કરવા સારૂ આ કન્યાશાળામાં હિંદુ કેમને સર્વ ધર્મને અનુકૂળ આવે એવું ધર્મનું સામાન્ય શિક્ષણ આપવાની ગોઠવણ રાખી છે.
ઉપરની મતલબનું બોલી રાવબહાદુર લાલશંકર બેઠા પછી, રાવ બહાદુર મોતીલાલ ચુનીલાલ ઊઠીને ધમ સંબંધી શિક્ષણની અગત્ય વિષે લંબાણથી બોલ્યા. તેમના ભાષણને ભાવાર્થ એ હતું કે કન્યાશાળામાં શીખતી છેડીઓને ધર્મ સંબંધી શિક્ષણ આપવાની જરૂર છે; ધર્મ વિષે શિક્ષણ વિના ઘણે અનર્થ થવાનો ભય રહે છે, અને પુરૂષના કરતાં સ્ત્રીમાં ધર્મ તરફ વૃત્તિ વધારે પ્રબળ હોય છે, અને તેથી કન્યાશાળામાં ધર્મ સંબંધી શિક્ષણ આપવાની વિશેષે કરી અગત્ય છે.
ત્યાર પછી રાવબહાદુર નરભેરામ રૂઘનાથદાસે લાંબુ અને અસરકારક ભાષણ કીધું, અને તે દરમિયાન રાવબહાદુર રણછોડલાલે આ કામમાં તથા બીજા કામોમાં જણાવેલી ઉદારતાની એગ્ય પ્રશંસા કરી, જણાવ્યું કે રાવબહાદુર રણછોડલાલે જે જે કામ પિતાના હાથમાં લીધાં છે, તે તે કામ ઘણી સારી રીતે પાર ઉતાર્યા છે, અને અમદાવાદ શહેર ઉપર ઘણું મોટા ઉપકાર કર્યો છે. આ શહેરમાં પ્રથમ મિલના સ્થાપનાર અને તેને સારા પાયા ઉપર લાવનાર તેઓ જ છે. આથી તેમણે અમદાવાદના સેંકડે માણસને છ ખેલી આપી છે, તેમ પિતાના દાખલાથી બીજી મિલે ખૂલવામાં સાધનભૂત અને મદદગાર પણ થયા છે. ત્યાર બાદ તેમણે