Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ ૬
વડોદરા પ્રાચીન કાવ્ય ફિસ
તારીખ ૩ જી એપ્રિલ ૧૮૯૪, મિ. રા. બા. લાલશંકર ઉમીયાશંકર ત્રવાડી, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ઍન. સેક્રેટરી સાહેબ,
અમદાવાદ, શ્રીમંત સરકાર મહારાજા ગાયકવાડ શ્રી સયાજીરાવના ઉદાર આશયથી પ્રાચીન કાવ્યમાળાના ૩૦ ગ્રંથ પ્રગટ થઈ ચુક્યા છે. એ બાબતની સઘળી હકીકત આપના જાણવા બહાર નથી. પ્રાચીન અપ્રસિદ્ધ ગ્રંથ પ્રકટ કરવાનું કામ કેટલું અગત્યનું છે તે જણાવવાની જરૂર નથી. સરકાર તરફથી રૂ. ૧૨૦૦૦) ની મદદ મળી હતી તેના તથા વેચાણના ઉત્પન્નમાંથી ૩૦ ગ્રંથે પ્રગટ થયા અને તે પછી આ કામ બંધ પડવાની ધાસ્તી હતી પરંતુ નામદાર જુનાગઢ દરબાર તરફથી આદિ કવિ નૃસિંહ મહેતાનાં પુસ્તક તૈયાર કરાવવાનું કામ મળ્યું અને તે પછી હાલમાં ગાયકવાડ સરકાર તરફથી બીજી રૂ. ૪૦૦૦) ની રકમ મંજુર થઈ છે એટલે કમિટીએ પિતાનું કામ જારી રાખ્યું છે.
જે પ્રથમની ગોઠવણ જારી રાખીએ તે રૂ. ૪૦૦૦) વડે માત્ર દશ ગ્રંથે પ્રગટ થવાનો સંભવ છે. એ રકમ વડે વધારે કામ કરી શકાય એવી તજવીજ કરવાની જરૂર છે. નામદાર ગાયકવાડ સરકાર તરફથી હવે વધારે આશ્રય મળશે કે કેમ તે કહી શકાતું નથી. વળી અપ્રસિદ્ધ ગ્રંથને સંગ્રહ અમારી પાસે એટલે મેંટે છે કે પ્રાચીન કાવ્યમાળા પૂરી કરી શકાય એટલે તેના ૧૦૮ ગ્રંથ પ્રકટ કરી શકાય અને તે કરતાં પણ વધારે ગ્રંથ બહાર પાડી શકાય એમ છે.
કમિટીના પ્રમુખ મે. દિવાનબહાદુર મણીભાઈ સાહેબ સાથે વાતચીત થતાં આ કામમાં સેસાઇટીની મદદ માગવી એમ થયું છે. સંસાઈટીને ઉદ્દેશ ગુજરાતી સાહિત્ય વધારવાનું છે તે ઉદ્દેશ પ્રાચીન કાવ્ય પ્રકટ કરવાથી ઘણે સારે દરજે પાર પડશે, એમ જાણું અમારે જે માગણી કરવાની તે આ પ્રમાણે છે –
પ્રાચીન કાવ્ય કમિટી જે જે પુસ્તકો તૈયાર કરે તે ગુજરાત વર્નાકયુલર સોસાઇટી છપાવે અને દરેક પુસ્તક બદલ સોસાઈટીથી બની શકે તેટલી