Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૯
કાંટાવાળાને વાર્ષિક રૂ. ૫૦૦) ની મદદ આપવાને કમિટીએ ઠરાવ કર્યો હતુંઅને સન ૧૮૯૦ માં ઉદ્ધવકૃત રામાયણ સંશોધિત કરી તૈયાર કરી આપવાનું કામ એમને સેપ્યું હતું.
દરમિયાન વડોદરા રાજ્ય તરફથી પ્રાચીન કાવ્યમાળાનું કામ પદ્ધતિસર આરંભાયું હતું પણ તે માળાનું કામ બંધ પડતાં, તેના મુખ્ય સંચાલક હરગોવિંદદાસભાઈએ તેમની પાસેના બાકી રહેલા કાવ્યગ્રંથ સોસાઈટી છપાવવાનું ઉપાડી લે એવી મતલબને પત્ર લખ્યો હતો અને તેની સાથે જે કાવ્યગ્રંથ છપાયા વિના પડી રહ્યા હતા તેની સૂચી પણ ઉતારી મેલી હતી. સંસાઈટીએ તે માગણ અમુક સરતે માન્ય રાખી હતી; પણ પછીથી નાથાશંકર મરી જતાં, એ યેજના અમલમાં મૂકાઈ નહતી.. વડોદરા રાજ્ય સાથે સંસાઈટી સહકાર સાધતી તેના એક દાખલા તરીકે તેમ ઉપરોક્ત પત્રવ્યવહારમાંની જુનાં કાવ્યગ્ર થાની સૂચી પ્રાચીન સાહિત્યની હાથપ્રતની દૃષ્ટિએ મહત્વની હોવાથી પ્રાચીન કાવ્યમાળાના મંત્રી તરફથી લખાઈ આવેલે મૂળ પત્ર અને સોસાઈટીને ઉત્તર એ બંને પરિશિષ્ટમાં આપ્યાં છે.
સોસાઈટી આ પ્રમાણે પ્રાચીન કાવ્યસાહિત્યના સંગ્રહ, સંશોધન અને પ્રકાશનનાં સંબંધમાં તેના આરંભ કાળથી કંઈ ને કંઈ પ્રયત્ન કરતી રહી છે, અને પ્રાચીન કાવ્યને જનતાને પ્રથમ પરિચય કરાવનાર કવિ દલપતરામનું સ્મારક કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે તેના સ્મારક ફેડનાં નાણાંને વ્યય ગુજરાતી પ્રાચીન કાવ્યનાં સંશોધન અને પ્રકાશનમાં થાય એ ઉદ્દેશ નકકી કરવામાં પણ સોસાઈટીની ઉપરોક્ત અખત્યાર કરેલી નીતિ અને ધેરણ નજરે પડે છે.
* જુઓ ગુ. વ. સોસાઇટીને રીપેર્ટ, સન ૧૮૮૮.