Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪૬ મદદને અવકાશ રહેતો હતો અને હિંદુ સમાજની એ પરિસ્થિતિ લક્ષમાં લઈને સ્ત્રી કેળવણને ઘટતું ઉત્તેજન આપવા સોસાઈટી સતત પ્રયત્ન કરતી રહી છે અને તે કયે ભાગે તે આપણે હવે તપાસીએ.
પ્રથમ તે સ્ત્રીઓ સાઈટીની આજીવન સભાસદ થઈ શકે તે માટે આજીવન સભાસદનું લવાજમ રૂ. ૫૦ છે, તે સ્ત્રીઓ માટે રૂા૨૫ ઠરાવવામાં આવ્યું હતું.
એ નિયમ પસાર થતા અગાઉ સે. રૂક્ષ્મણી તે રા. નારણજી નંદલાલનાં પુત્રી સન ૧૮૯૨ માં સસાઈટીનાં આજીવન સ્ત્રી સભાસદ તરીકે પહેલ પ્રથમ જોડાયાં અને સન ૧૮૯૪ માં ગણેશ ગોપાલ પંડિતનાં પુત્રી યશોદાબહેન ઠાકુર અને લેડી વિદ્યાબહેન નીલકંઠ, તે વર્ષે પ્રિવિયસની પરીક્ષામાં પાસ થઈ સેલાઈટીમાં મેમ્બર તરીકે દાખલ થયાં અને એ બનાવની નોંધ તે વર્ષના રીપોર્ટમાં નીચે પ્રમાણે લેવામાં આવી હતીઃ
આવી વિદુષી બાઈઓ લાઇફમેમ્બર થાય એ બહુ સંતોષકારક છે. સ્ત્રીમેમ્બરોને વધારો એ સ્ત્રી કેળવણીનું ફળ છે.”
મૂળે કેળવણું લેનાર સ્ત્રીઓની સંખ્યા જુજ અને તેમાં રૂા. ૫૦ આપીને સભાસદ થવું એ ઘણાંને માટે અનુકૂળ નહોતું. આ અડચણ ઓછી કરવાને સન ૧૮૯૫માં વાર્ષિક સામાન્ય સભામાં નીચે પ્રમાણે દરખાસ્ત આણવામાં આવી હતી, તે સર્વાનુમતે પસાર થઈ હતી.
ર. રા. કેશવલાલ મોતીલાલે સ્ત્રી મેમ્બરની ફી ઓછી કરવા બાબતને પિતે મેનેજીંગ કમિટિ ઉપર મોકલેલો કાગળ વાંચી સંભળાવ્યા બાદ 3. નીલકંઠરાય મહેતાજીઓની અને સ્ત્રીઓની ફી ઘટાડવા બાબતને પત્ર વાંચી સંભળાવી દરખાસ્ત કરી કે, મહેતાજીઓ તથા સ્ત્રીઓની ફીને દર રૂા. ૨૫ કરી તેમને લાઈફમેમ્બર કરવા. રા. સા. માધવલાલ હરિલાલ દેસાઈએ આ દરખાસ્તને અનુમતિ આપી અને સર્વાનુમતે નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો:
સોસાઈટીના ધારાની બીજી કલમની ત્રીજી લીટીમાં “જન્મપર્વતના મેમ્બર” એ શબ્દોની પછી સ્ત્રીઓને તથા માસિક ત્રીસ રૂપિયાના પગારની અંદરના શિક્ષકોને રૂ. ૨૫) લઈ લાઈફ મેમ્બર કરવામાં આવશે” એટલા શબ્દ વધારવા.”
આજે સેસટીના ૬૮૯ અજીવન સભાસદેમાંથી ૩૫૬ સ્ત્રી સભાસદે છે એ પ્રસ્તુત ઠરાવ નં. ૪ નું પરિણામ છે.
• જુઓ ગુ. વ. સાદટીને વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૫ પૃ. ૨૭.