Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪૯ એ કન્યાશાળા પ્રથમ ખુલ્લી મૂકતી વખતે મહેટ સમારંભ થયો હત; અને તે પ્રસંગે સ્ત્રી કેળવણી વિષયમાં જૂદી જૂદી દૃષ્ટિએ વિવેચને થયાં હતાં. એક પ્રમાણભૂત વૃત્તાંત તરીકે તેનું મૂલ્ય છે, એટલું જ નહિ પણ સ્ત્રી કેળવણું પરત્વે તે સમયનું લોકમાનસ સમજવાને તે વૃત્તાંત ઉપયોગી છે તેથી એ સમારંભને અહેવાલ પરિશિષ્ટ ૭ માં આવે છે.
સોસાઈટી વિદ્યાર્થીઓને વકતૃત્વ માટે ચાંદ અને ઇનામ આપતી એની હકીકત પહેલા ભાગમાં આપેલી છે,* એ ધરણે સ્ત્રીઓ પણ પુરૂષોની પેઠે જાહેર મેળાવડામાં સંકોચ પામ્યા વિના બેલી શકે અને એમની ભાષણ કરવાની શક્તિ ખીલે એ હેતુથી સોસાઈટીએ સન ૧૮૯૪ માં સ્ત્રી વતૃત્વોત્તેજનની
જના ઘડી હતી અને તે સારી રીતે ફતેહમંદ નિવડયાથી સન ૧૯૦૧ માં તેમાં ફેરફાર કરીને સ્ત્રી શિક્ષણની પરીક્ષા લેવાને કાર્યક્રમ ગોઠવ્યો હતે. નીચેના ઉતારા પરથી એ પ્રવૃત્તિનું સ્વરૂપ સમજવામાં આવશે.
સ્ત્રી શિક્ષણ પરીક્ષા, શાળાના શિક્ષણ ઉપરાંત સ્ત્રીઓ પોતાની કેળવણું આગળ વધારે એ બહુ જરૂરનું છે, અને ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી એ માટે ખાસ પ્રયત્ન છેલ્લાં આઠ વર્ષ થયાં કરવામાં આવે છે. સ્ત્રીઓમાં ભાષણ આપવાની શક્તિ વધારવા માટે સ્ત્રી વક્તાઓને ઇનામ આપી સ્ત્રી મંડળ સમક્ષ છૂટથી ભાષણ આપવાની ચેજના સન ૧૮૯૪ ની સાલમાં સેસાઇટીએ કરી હતી, અને તેને પહેલો સમારંભ તેજ સાલના ડીસેમ્બર માસની ૨૭મી તથા ૨૪ મી તારીખે કર્યો હતો. તે જ પ્રમાણે દર વર્ષે સમારંભ કરવામાં આવતે, હતું. આ પ્રમાણે ગઈ સાલ એટલે ૧૯૦૦ સુધી દર વર્ષે સ્ત્રીઓ પાસે સ્ત્રી ઉપયોગી વિષયો પર ભાષણ અપાવી સ્ત્રીઓને ઇનામો આપવામાં આવતાં હતાં. આ ક્રમથી સ્ત્રીઓમાં ભાષણ આપવાની એટલે મંડળ આગળ પિતાના વિચારે સ્પષ્ટ રીતે જણાવવાની શક્તિ દિવસનદિવસ વધતી જણાઈ હતી. ભાષણ આપવા માટે મુંબાઈ, નવસારી, વડોદરા, વગેરે દૂર દૂરના ભાગની સનારીઓએ પણ ઉમેદવારી કરી હતી, એજ તે વર્ગની ઉલટ જાણવાને માટે બસ છે. ભાષણ આપવાના આ ક્રમથી સ્ત્રી ઉપયોગી વિષયો ઉપર સ્ત્રીઓ પાસે સંસાઈટી તરફથી જે ભાષણે કરાવ્યાં હતાં અને સારું ભાષણ કરનારી બાઈઓને દર વર્ષે જે ઈનામે આપ્યાં હતાં તે નીચે પ્રમાણે છે;
* જુઓ ગુ. વિ. સાઈરીને ઇતિહાસ, વિભાગ ૧, પૃ. ૨૦૪,