Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪૭
સ્ત્રી અને પુરુષ માટે સમાન શિક્ષણક્રમ ન રાખતાં તેમની સ્વાભાવિક પ્રકૃતિ અને પરસ્પરનું જીવન ધ્યેય ધ્યાનમાં રાખીને તેમના માટે જુદા અભ્યાસક્રમ યોજવાની માગણે શરૂઆતથી ચાલુ છે અને તેને અનુલક્ષીને સન ૧૮૯૪ માં મુંબાઈ ઈલાકાના કેળવણી ખાતાના વડાએ કન્યાશાળાઓ માટે જુદાં પુસ્તકો રચાવવાના સંબંધમાં એક પત્ર સોસાઇટીને લખી મોકલ્યો હતે. મેનેજીંગ કમિટીમાં તે રજુ થતાં એવાં પુસ્તકો રચાવવાની એક યાદી તૈયાર કરવાનું કામ રણછોડલાલ છોટાલાલને સંપાયું હતું. તેમની ભલામણને રીપોર્ટ જોવામાં આવ્યો નથી, પણ નારી શિક્ષા, ભા. ૧ અને ભા. ૨ નું પ્રકાશન પછીથી કરવામાં આવ્યું તે આ વિષયની ચર્ચાનું પરિણામ હતું એમ અમારું માનવું છે.
તે પછી એ પ્રકારનાં સ્ત્રી ઉપયોગી પુસ્તકે ચાવવા સારૂ સાઈટીને નીચે મુજબ ૮ ફેડે મળેલાં છે
૧. સૈ. કંકુબાઈ સ્મારક ફંડ. ૨. સ. કીર્તિલક્ષ્મી પત્રમાળા ફંડ. ૩. સે. મેંઘીબાઈ રામજી ઈબજી ફંડ. ૪. સ. મેંઘીબાઈ વિંદ્રાવન દયાળ ફંડ. પ. સં. ગુલાબ ઝવેરી ફંડ. ૬. સ. દિવાળીબાઈ ફંડ. . બાઈ હમાબાઈ મેંદી મારક ફંડ, ૮. સ. લક્ષ્મીબાઈ હરિયાણું ફંડ.
પણ જમાને એટલા વેગથી આગળ વધતો જાય છે, સ્ત્રી કેળવણીમાં અને સ્ત્રી જીવનમાં એટલી મેરી કાન્તિ થા પામી છે અને વળી યુવક યુવતીઓ એટલી મોટી સંખ્યામાં, એકસાથે અને એકસરખી કેળવણું લઈ રહ્યાં છે, કે એ પરિસ્થિતિમાં સ્ત્રી ઉપયોગી પુરતોને ભેદ પાડે એ વિષમ કાર્ય થઈ પડયું છે અને કેટલીકવાર શંકા ઉદ્ભવે છે કે એવા કૃત્રિમ વિભાગની હવે જરૂર છે ખરી ?
શરૂઆતમાં માબાપ તેમની છોકરીઓને નિશાળે મોકલતાં નહિ; અને તેમને તેમ કરવા સમજાવવાને કંઈ કંઈ તજવીજ કરવી પડતી હતી. તેમાં છોકરીઓને ઈનામ અને સ્કોલરશીપ આપવાની યોજના આવી જાય છે. જે કન્યાઓની નિયમિત અને સારી હાજરી હોય અને જેમને અભ્યાસ સરસ હોય તેમને એકાદ સુંદર પુસ્તક કે કંઈ રોકડ રકમ સ્કોલરશીપરૂપે આપવામાં આવતી. જેથી તેમને ઉત્તેજન મળે અને દેખાદેખી અન્ય