Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧પ
ઉપરનાં ભાષણ કરવામાં હિંદુ-વાણીઆ, બ્રાહ્મણ, જૈન, પારસી, ક્રિશ્ચિયન, વગેરે વર્ણની સ્ત્રીઓએ હરીફાઈ કરી હતી, તેમજ દર વર્ષના સમારંભ વખતે અમદાવાદની કેળવાએલી સન્નારીએ તે ભાષણ સાંભળવા માટે મોટી સંખ્યામાં હાજર રહેતી હતી,
સ્ત્રીઓ પાસે ભાષણદ્વારા પિતાના વિચારો સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરાવવાની યોજના આ રીતે ફતેહમંદ થયાથી નિશાળ છોડ્યા પછી સ્ત્રીઓને પિતાને અભ્યાસ વધારવાને ઉત્તેજન આપવાને તથા સ્ત્રી ઉપગી જ્ઞાનની સ્ત્રીઓમાં વૃદ્ધિ કરવાના હેતુથી સસાઈટીએ ચાલુ એટલે સન ૧૯૦૧ ની સાલથી ભાષણ કરાવવાને ક્રમ બદલી “સ્ત્રી શિક્ષણ પરીક્ષા લેવાને ક્રમ ઠરાવ્યું છે.* સ્ત્રીકેળવણને ઉત્તેજન આપવા માટે ગુજરાત વર્નાકયુલર
સેસાઇટીએ કરેલી નવીન યોજના. ૧. નિશાળ છોડ્યા પછી સ્ત્રીઓને પિતાને અભ્યાસ વધારવાને ઉતેજન મળે અને સ્ત્રીઉપયોગી જ્ઞાનની સ્ત્રીઓમાં વૃદ્ધિ થાય એ હેતુથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ “શિક્ષણ પરફા” લેવાની યોજના કરી છે.
૨. એ પરીક્ષા વરસમાં એક વખત નવેમ્બર માસમાં અમદાવાદમાં લેવામાં આવશે. મુકરર દિવસની જાહેરખબર એ મુદત પહેલાં આપવામાં આવશે.
૩. પરીક્ષાનાં ધારણ અને વિષય ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વખત વખત ઠરાવશે.
૪. પરીક્ષાનાં હાલ બે ધોરણ ઠરાવવામાં આવ્યાં છે૧ ઉંચું ધોરણ
૨ નીચું ધોરણ, ૫. બનને ધેરમાં બખે પશ્નપત્ર આપી ગુજરાતી ભાષામાં લેખી પરીક્ષા લેવામાં આવશે. • ૬. ૧ લો પત્ર –ભાષા સંબંધી સામાન્ય જ્ઞાન, નીતિજ્ઞાન, તથા.
મુકરર કરેલાં પુસ્તકોનું જ્ઞાન તપાસવાને. ૨ જે પત્ર:–મુકરર કરેલાં પુસ્તકોનું જ્ઞાન તપાસવાને.
છે. સન ૧૯૦૧ ની સાલ માટે નીચેનાં પુસ્તકે મુકરર કરવામાં આવ્યાં છે –
* વાર્ષિક રીપેટ સન ૧૯૦૧, પૃ. ૨૭