Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪૪
(૪) શ્રીમંત મહારાજા સાહેબના ફંડમાંથી જે પુસ્તક તૈયાર થાય તે ઉપર સેસાઇટી છપાવશે કે શ્રીમંત મહારાજાના આશ્રયથી રચાયું.
(૫) સેસાઇટી તરફથી અથવા અમુક ફંડમાંથી સોસાઈટીએ છાપ્યું. એમ તે પુસ્તક ઉપર જણાવવામાં આવશે.
(૬) ગ્રંથ સ્વામિત્વ સોસાઈટીનું રહેશે.
(૭) સદરહુ પ્રમાણે છાપેલા દરેક પુસ્તકની ૧૦ પ્રતિ આપને મફત: આપવામાં આવશે. | (૮) શ્રીમંત મહારાજાના આશ્રયથી જે પુસ્તક તૈયાર થશે તેને માટે બીજું કાંઈ આપવામાં નહિ આવે, પરંતુ શ્રીમંત તરફથી મળેલી રકમ પુરી થયા પછી સાઈટીના હેતુ પ્રમાણે પુસ્તક તૈયાર કરવા બાકી હશે તે તે પુસ્તકને માટે આપનું એસ્ટાબ્લીશમેન્ટ જારી રાખવામાં આવશે, અથવા અમુક રકમ તે પુસ્તક ઉપર ઇનામ તરીકે સોસાઈટીમાંથી અથવા . સોસાઈટીના હસ્તકનાં ફંડમાંથી આપવામાં આવશે.
(૯) ઉપર પ્રમાણે ખર્ચ કરીને જે પુસ્તક તૈયાર થશે તે ઉપર જે ફંડમાંથી ખર્ચ કરવામાં આવ્યું હશે તે ફંડમાંથી પુસ્તક રચાયું એમ લખવામાં આવશે અને તે ફંડની ગ્રંથમાળાને અંક તે ઉપર નાંખવામાં આવશે..
(૧૦) સાઈટીના ઉદ્દેશ પ્રમાણે સસ્તી કિંમત રખાય એમ છાપવાનું તથા પુઠાં બાંધવાનું કામ કરવામાં આવશે.
ઉપરના નિયમ દિવાન બહાદુર મણીભાઈ સાહેબના સ્તુત્ય ઉદ્દેશને પુષ્ટિકતી છે અને તે માન્ય થવાથી સારાં પુસ્તક જલદી અને સસ્તી કીમતે . પ્રકટ થશે તથા સંસાઈટીના લાઈફ મેમ્બરને તે મફત મળવાથી તેમને બહેળે ફેલાવો થશે એમ સાઈટી ધારે છે.
સદરહુ નિયમને અનુસરીને સાઇટી દર વરસે ૧૨ અથવા તેથી. પણ વધારે પુસ્તક તૈયાર થાય તે પ્રકટ કરી શકશે.
આ વિષે દિવાન બહાદુર સાહેબને તથા આપને જે નિર્ણય થાય તે જણાવશે કે જેથી જરૂરનાં ફંડની આજથી સગવડ કરવામાં આવે.
(સહી) લાલશંકર ઉમિયાશંકર. ઍન સેક્રેટરી, ગુ. વ. સોસાઈટી.
અમદાવાદ,