Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૫
પ્રાચીન કાવ્યનું સંશોધન અને પ્રકાશન
X X X it is strange to read that the great majority of those ( papyri) which have been received have been found in the rubbish heaps of various towns. Apparently the Egyption had not appreciated the wisdom of using fire to get rid of his papyrus records, bills, letters and so forth, and was content to throw them out with his rubbish sometimes, however, tearing them in pieces before so doing."
[The Romance of Archælogy p. 82-83). આપણુ દેશને પ્રાચીન ઇતિહાસ જે અંધકારમાં ઢંકાયલ હતો. તેને ફરી વ્યવસ્થિત કરી ક્રમાનુસાર તેના વાસ્તવિક સ્વરૂપમાં રજુ કરવામાં જાના અવશે જેવાં કે સિક્કા, તામ્રપત્રો, શિલાલેખે, મુદ્રા, સ્થાપત્ય, મૂત્તિઓ અને હાથમતે બહુ કિમતી નિવડયાં છે અને અન્ય ખાત્રી લાયક માહિતી વા સાધનના અભાવે એજ વસ્તુઓ ખરેખરી મદદગાર અને ઉપયોગી જણાઈ છે; અને તેના આધાર ઉપર આખા વંશને વંશ ઈતિહાસ રચાય છે. તાજેતરમાં સિંધ પ્રદેશમાં પહેરેનાં ખોદકામથી જે અવશેષો પ્રાપ્ત થયા છે અને જે માહિતી ઉપલબ્ધ થઈ છે તે પ્રાચીન જગત અને સંસ્કૃતિ ઉપર અપૂર્વ પ્રકાશ પાડે છે. એટલું જ નહિ પણ તે શોધ હિંદુસ્તાનના પ્રાચીન ઇતિહાસની કાળ મર્યાદા છેક ઈ. સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ સુધી લઈ જવામાં સહાયક નિવડી છે; એટલી. તેની પ્રાચીનતા પુરાતત્વવિદે પૂર્વે સ્વીકારતા નહતા.
મહારાજા અશોકના શિલાલેખે, હિન્દના ચારે ખુણામાં મળી આવેલા. છે, તે મૈર્ય સામ્રાજ્યના રાજ્ય વિસ્તાર નિશ્ચિત કરવામાં મદદગાર થયા છે; અને પશ્ચિમ હિન્દના રાજકત ક્ષત્રપોને વૃત્તાંત એમના સિક્કાઓ ઉપરથી જ ઉપજાવી કઢાવે છે; તેમ વલ્લભી રાજઓના તામ્રપત્ર પરથી તત્કાલીન