Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૬
એકે નાગર નહાતા અને મહેતાજી કાંઈ ખાટુ કામ કરતા નહાતા. તાપણુ વગર કારણે લોકોએ તેને ધણી હરકતો કરી હતી.
હવે આ સમે મહેતાજીના વંશના નથી તેએ પણ કેટલાએક કહે છે કે અમે તેના વંશના યે અને તે વક્તે હરકત કરી હશે. તેઓને સધળા લોકો ધિકારે છે. ચેરી, જારી, ખુન વગેરે ખારું કામ કર્યું હોય તેને શરમાવા જેવું અને પસ્તાવા કરવા જેવું છે પણ સાફ કામ કરનારને લેાકેા -હરકત કરે તેથી તેને શરમાવા જેવું, કે પસ્તાવા જેવું નથી. અને હવે તે વિલાયતમાં જતાંઆવતાનું ખર્ચ આપનાર કોઈ હોય તે ત્યાં જવા સારૂં ઘણા તૈયાર છે પણ એ કામનું પહેલું માન મહિપતરામને ધટે છે.
સભાસદે આપણે ણિયે કે વર્ષોંના ત્રણસે પાસ દહાડા જેવા આજના દહાડાય છે પણુ એમ નથી. આજને દહાડે તે! ઇતિહાસમાં લખી રાખવા લાયક થશે અને આપણી પ્રજાની પ્રજા થશે; તે પણ સભારશે કે વિલાયતમાં જતાં આપણા લોકો ઘણા વહેમ રાખતા હતા તે સમે મહિપતરામભાઈ બહાદુરી કરીને જઈ આવ્યા તેને માન આપવા સારૂં હિમાભાઈ ઈન્સ્ટિટયુટમાં મેોટી સભા ભરાઈ હતી. એમ સંભારશે.
રાવસાહેબનું ભાષણ થઇ રહ્યા પછી નગરશેઠ પ્રેમાભાઇ હિમાભાઇ તથા કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈ વિગેરે ઉપર લખ્યા મુજબ ભાષણ કર્યા અને તે સાથે સભાની વતી તેમને થૂંક આપવાની દરખાસ્ત કરી ત્યારે સભાપતિ ડાક્તર વાઈલી સાહેબ નીચે મુજબ ખેલ્યા.
ભાઈ મહિપતરામ–સલાની તરફથી આપને થેંક આપવામાં મને ધણા આનંદ ઉપજે છે. આપનું ભાષણ સર્વે ઘણુંજ ધ્યાન દઈને એક ચીત સાંભળ્યું. ધણાને આપે મેહા પમાડયા છે. શ્રોતાઓના મનને ચમકારી વાતા અને નવા વિચારોથી આપે રંજન કરી નાંખ્યા છે. સારા માણસના મનમાં ઈર્ષાં ઉત્પન્ન થાય એવી હાલ તમારી સ્થિતિ છે. હુ આશા રાખું છું કે, તમારા દાખલાની સત્તા બીજા ઉપર સારી અસર કરશે, અને તેઓ તમારી પેઠે હિંમત ભરશે. આપના જેવા ચંચળ મનના અને આગ્રહી પુરૂષા જે એક એકનાં ખભા પકડીને હીંડવાને બદલે પોતાની મેળે જીવે અને અવલોકન કરી શકે તે તમારા દાખલેો પકડશે, પોતાની નિરીક્ષાના ળે! સ્વદેશિયાને જાહેર કરવાની તેને વડે દેશને