Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૪
સવારે વખત રાખ્યાથી વેચાણ ઓછું થાય છે કે નહિ ? તે શેધવું જોઈએ. હાલ તે સવારને વખત રાખો. તા. ૭ મી એપ્રિલ ૧૮૮૩ (સહી) મહીપતરામ રૂપરામ.”
એ. સે. , આ સઘળું એમનું કામકાજ છેક પાસેથી નિહાળવાને અનેક પ્રસંગે જેમને પ્રાપ્ત થતા એવા એમના સાથી અને મિત્ર સરદાર ભેળાનાથભાઈએ સન ૧૮૮૫ માં વાર્ષિક સભામાં પ્રમુખપદેથી બોલતાં સેસાઇટીને પાછો ઇતિહાસ વર્ણવી, મહીપતરામ વિષે જાત માહિતી પરથી જણાવ્યું હતું –
મને કહેવાને ઘણે સતિષ ઉપજે છે કે એ રાવસાહેબ આ કામમાં સંપૂર્ણ હેશ રાખીને શ્રમ લે છે. પિતાને ઘણાં જરૂરી કામ છતાં સોસાઈટીના કામમાં પૂરૂ લક્ષ આપે છે. સંસાઈટીના દ્રવ્યને વધારો થાય, અને સારાં પુસ્તકો વાંચવા લખવાને લોકોને શેખ શી રીતે થાય એ બાબત પતે ઘણા પ્રયત્ન કરે છે. આ બાબત તેમને સોસાઈટી ઉપર મોટે ઉપકાર છે.”
આવી મેટી સંસ્થા ચલાવવામાં કાર્યવાહકો બધાનાં મન ન જ સાચવી શકે, એટલે અસંતુષ્ટ અને સ્વાથી પુ તેની સામે આક્ષેપ કરે એવું ઘણુવાર બન્યું છે અને મહીપતરામ પણ એવા પ્રહારમાંથી બચેલા નહિ.
સાઈટીનાં નાણાં રોકાણ સંબંધમાં એક વાર વર્તમાનપત્રમાં ટીકારેનું વિરુદ્ધ લખાણ આવ્યું તેથી મહીપતરામને બહુ માઠું લાગ્યું હતું, અને એ બીના વાર્ષિક સભામાં સુદ્ધાંત ચર્ચાઈ હતી. પણ સભાએ એકમતે એમના કામકાજ અને વહિવટમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવી, પ્રમુખ રણછોડભાઈએ મહીપતરામ અને એમનાં કાર્ય વિષે નીચે પ્રમાણે ઉગારે કાઢયા હતા:
સેસાઇટીને આ પ્રમાણે સારી રીતે જે કારભાર ચાલે છે, તેનું ભાન ઓનરરી સેક્રેટરી સાહેબને ઘટે છે. મેનેજીંગ કમિટી પણ તેમને સારી મદદ કરે છે, તથાપિ તેઓ જે પિતાના વિચાર દર્શાવે છે અને કરે છે, તેને અમલ કરવો સઘળે સેક્રેટરી પર આધાર રાખે છે અને ખરું કહીએ તે આપણે સાઈટીની જે ફતેહમંદ કારકીર્દી જોવામાં આવે છે, તે સેક્રેટરી સાહેબનાં પ્રમાણિકપણ, ખંત, અને ધીરતાને લીધેજ છે.”
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૫, પૃ. ૨૧૬. # સન ૧૮૮૮ ને ગુ. વ. સોસાઈટીનો રીપોર્ટ, પૃ. ૧૨.