Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૩ કાગળ થઈ સેક્રેટરીએ હજુર ડેપ્યુટી કલેકટરની ઓફિસમાં જાતે જવાની જરૂર છે. મુંબઈ બેંકમાં વ્યાજ કઢાવવાને ચોપડી મેકલવી જ જોઈએ. જ પ્રેસમાંથી બુદ્ધિપ્રકાશને ફરમે લઈને સુધરાવાને ઉભે છે. જે સંસ્કારના પુસ્તકને ફરમો સુધારતાં વેદને મંત્ર છુંચવાડા ભરેલો છે તે બાબતની શંકા નિવારણ કરવા પુસ્તકની જરૂર છે, અને પ્રેસમાં કામ અટકે છે. માને શિખામણને ઉમે કાલને આવીને પડ્યો છે. વિધવા વપનના પુસ્તકની ખબર કાઢવાને છાપખાનામાં ગીસુમીયાંને મોકલે છે. ગ્રીસના ઈતિહાસનું આગળ મેટર જોઈએ છીએ પણ તે રા. સા. માધવલાલભાઈને ત્યાં છે. ૧૮૦૦૦ રૂપિયાની નોટો મગનભાઈ શેઠની દુકાનેથી લઈ આવવાની છે. પણ સેક્રેટરીને જવા સિવાય સીપાઇને આપશે નહિ. રા. શંકરપ્રસાદ દેશાઈને ૧૧૦) રૂપિયા ભરવાને તેમના મુનીમ સોસાઈટીમાં બેઠા છે. સરેડ મેસાણા અને સિદ્ધપુરની નિશાળના મહેતાજીઓને બુદ્ધિપ્રકાશ આજની ટપાલમાં રવાના કરવાનાં છે. રા. નગીનદાસે કાવ્ય કલાપની ચોપડી મંગાવી છે તે આપ, તેમને માણસ ચડી લઈને લેવા આવ્યો છે, રા, કેશવલાલ કવિ લલ્લુ અને પ્રાણવિંદ મહેતાજી પિતાની ચોપડીયોને માટે મદદ માગે છે, તેમના પુસ્તકના સંબંધમાં વિચાર કરવાને છે. વેણીલાલે આજની ટપાલમાં સોસાઈટીમાં વેચાતાં પુસ્તકનું લીસ્ટ માગ્યું છે. મુંબઈથી પત્ર છે કે અમારા પુસ્તકે વેચવા રાખશે. કમીટીએ કરેલા ઠરાવ પ્રમાણે જે ગૃહસ્થને પુસ્તક આપ્યાં છે અને આપવાના છે તેમને ખબર આપવાના પત્રો લખવાના છે. સોસાઈટીની ચોપડીયો તપાસવી જોઇએ, કેટલી ખપી, નવું બજેટ કરવાનો વખત થયો છે વગેરે.” - અને તેમની પાસેથી કામ લેવામાં મહીપતરામભાઈ જેટલા ઝીણું તેટલા ચિવટવાળા હતા. તેને એક દાખલે આપીશું. ચાલુ શિરસ્તા મુજબ આસિ. સેક્રેટરીએ ઉનાળામાં સવારની કીસ કરવા એમની પાસે પરવાનગી માંગેલી તે. તે પર એમણે નીચે પ્રમાણે શેરે લખી મોકલ્યો હત—
એ રિવાજ કેટલાક વર્ષોથી ચાલે છે તે હું બંધ કરવા ચાહત નથી, તથાપિ મને એમ લાગે છે કે ચોપડી વેચાતી. લેવા આવનારને એ વખત અનુકુળ નહિ પડતું હશે. ચાટામાં પડી વેચનારા દુકાન માંડે છે તે એમ કદી કરવાના નહિ. કેમકે એથી ઘરાકી ઓછી થાય. માટે વેચાણ પત્રક પરથી નક્કી કરવું કે આ ધારણ ખરી છે કે નહિ ?