Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૨
નાંખવા માટે હિન્દી પત્રકાર તરફથી ઑર્ડરીપનને અપાયેલા અભિનંદનમાં
સામેલ થવામાં સેસાઈટીની લાગવગ અને પ્રતિષ્ઠા વધારવાની સાથે ચાલુ - પ્રગતિમાન વિચારપ્રવાહ સાથે તે સતત સંકળાયેલી રહે, એ એમને આશય એ સ્તુતિપાત્ર નથી.
પુસ્તકો લખાવવા માટે પણ થડ શ્રમ લે પડતે નહિ. પ્રથમ તે પુસ્તક લખનાર યોગ્ય ઉમેદવારોને અભાવ માલુમ પડત. કેટલીકવાર નક્કી કરેલા પારિતોષિકની રકમ ઓછી પડતી એટલે અરજીઓ આવતી નહિ; અને તેથી પાછળથી પ્રથમની રકમ વધારીને નવેસર અરજીઓ મંગાવવામાં આવતી. વળી તૈયાર થઈ આવેલું લખાણ અભિપ્રાય માટે કમિટીના સભાસદોમાં ફેરવવામાં વહિવટી કામકાજ ઘણું વધતું. પરચુરણ કામકાજ તે સરક્યુલરથી કરી લેવામાં આવતું. અંગ્રેજી પત્રવ્યવહાર તે ઘણેખરે ઍન. સેક્રેટરીને જાતે કરવું પડતું. તે વખતે કેળવણી ખાતું સંસાઈટીના નવાં પુસ્તકે ઉત્તેજન દાખલ ખરીદ કરીને સારી મદદ કરતું. મહીપતરામભાઈ, ભાષાંતર ખાતાના ઉપરી હેઈને એમની એ લાગવગ સોસાઈટીને લાભદાયી નિવડતી, એટલું જ નહિ પણ એ બન્નેને સંબંધ એખલાસભર્યો થઈ પડ્યો હતો. એ સંબંધને લઈને કેટલાંક લિખિત પુસ્તક સોસાઈટીને ખાતા તરફથી પ્રકાશનાથે સંપાયાં હતાં, જેમ કે, “વેણીસંહાર નાટક,” “ગ્રીસ દેશનો ઇતિહાસ” વગેરે. એમના વહિવટની મુદ્દત દરમિયાન ૩૦ નવાં પુસ્તક પ્રસિદ્ધ થયાં હતાં. તેની સમાલોચના બીજા પ્રકરણમાં કરવામાં આવેલી છે. અહિં તે વિષે એટલું નેધવું જોઈએ કે જે પ્રકારનું વાચન સાહિત્ય સમાજને તે સમયે જરૂરનું હતું તેવું ઉપયોગી અને સંસ્કારી સાહિત્ય પૂરું પાડવા એમના સર્વ પ્રયાસે હતા.
વળી સાઈટીના ઢેફમાં પુરતા નેકરે નહિ. સઘળું કામ આસિ. સેક્રેટરીને કરવાનું, તે કામ કેવું અગવડભર્યું હતું તેનું કંઈક વર્ણન તે વખતના કલાક નાગેશ્વર જ્યેષ્ઠારામે એમના એક છાપેલા પત્રમાં કર્યું છે?
“૩ ની ચોપડીઓ સાઈટીમાં વેચવા રાખી છે, તેને હિસાબ સને ૧૮૮૧ સાલથી આજ સુધીને લેણા દેવાને તપાસવાને ચોપડા લઈ તે કારકુન પાસે બેઠે છે. જરૂરી ચપડીયે આજરોજની ટપાલમાં વેલ્યુબિલથી રવાને કરવા જ ને કાગળ છે. ૧૦૦ રૂપિયાની ચોપડી ઈનામને માટે જુદી જુદી જાતની વડેદરા સ્ટેટના એજ્યુકેશન ખાતા તરફથી મંગાવેલી તે રેલ્વે પારસલથી બીડી રસીદ મંગાવવાની છે. જરૂરને