Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ પ
રાવ સાહેબ મહીપતરામને માન.
એ સાહેબ વિલાયતની મુસાફરી કરીને ખેમકુશળ અમદાવાદમાં પધાર્યાં; અને હિંદુએ વિલાયતમાં જતાં પોતાના ધર્માં સાચવી શકે કે નહિ, અને ત્યાંની હવા હિંદુએને માફક આવે છે કે નહિ,એ વગેરે અંદેસા રાખતા હતા, તે મહીપતરામભાઇએ ત્યાં જઈ આવીને મટાડયા. તે વાસ્તે તેમને માન આપવા સારૂ, તથા તેમની મુસાફરીનું સંક્ષેપ વર્ણન સાંભળવા સારૂ તા. ૧૧ મી મેને રાજ રાતના સાત વાગતાં હિમાભાઈ ઈન્સ્ટિટયુટમાં એ ઇન્સ્ટિટયુટના મેંબરાની તથા બીજા ગૃહસ્થાની સભા ભરાઈ હતી. સભાપતિની ખુરસિયે ડાકતર વાઇલી સાહેબ બિરાજ્યા હતા. અને મી. આર. અથનટ સાહેબ, કરનલ માંટગમરી, મી. પેડર સાહેબ, કપતાન પ્રેસકાટ સાહેબ, મો. કરીસ સાહેબ વગેરે દશ બાર યુરાપિયન સાહેબ અને નગરશેઠ પ્રેમાભાઇ, રાવ બહાદુર મગનભાઇ, શેઠ ઉમાભાઇ હઠીસિંહ, શેઠ જેસીંગભાઇ હઠીસિંહ વગેરે સારા સારા સાહુકારા તથા દફતરદાર સાહેબ, ડેપ્યુટી માર્જીસ્ટ્રેટ સાહેબ વગેરે અમલદારા તથા રાવ સાહેબ ભેાળાનાથ સારાભાઈ, રાજેશ્રી બાલાજી જસકરણ, રાજેશ્રી રાલાલ છેટાલાલ, વકીલ ગંગાદાસ અઠ્ઠલદાસ, રાવસાહેબ ભાગીલાલ પ્રાણવલ્લભદાસ, રાવસાહેબ પ્રાણલાલ મથુરાંઢાસ, વકીલ ધીરજલાલ મથુરાંદાસ વગેરે ગૃહસ્થા બિરાજ્યા હતા.
સભાપતિયે ઉભા થઈને અંગ્રેજીમાં ભાષણ કર્યું. એ ભાષણને ગુજરાતીમાં સારાંશ રાજેશ્રી રણછેડલાલ છેટાલાલે કહી સ’ભળાવ્યા. ડા, વાલીનું ભાષણ.
સાહેબે,
સવ સાહેબ મહિપતરામ રૂપરામને તમારી હજુરમાં લાવવાની રજા માગું છું. એ હાલ વિલાયત જઈ આવ્યા છે, તે સર્વેના જાણ્યામાં હરશે. આજે એ પોતાના દેશાટનનું થડું વર્ણન કરવાના છે. ભાઇ મહિપતરામને સબંધ કેળવણી ખાતા સાથે ઉપયાગી, માન ભરેલા ને લાંખી મુદતની છે. કેળવણી વિશે તજવીજ કરવી એ એમને ઈંગ્લાંડ જવાના મુખ્ય હેતુ હતો. એમના ખાતાના હાર્ડ અને હાપ સાહેબેની ઉદાર મદદથી એમણે પોતાની મતલબ પાર તથા પાછા આવ્યાને ખર્ચ સરકારે
પાડી. એમના મહેરબાની કરી
ભયે પુરા પગાર આપ્યા. એમણે