Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
થ૭. પાર્વતીકુંવર ચરિત્ર લખવાને તીવ્ર હરિફાઈ થઈ હતી. જે લેખે ભળેલા તેમાં કવિ ગણપતરામનું આખ્યાન ઉત્તમ જણાયેલું. અને સોસાયટી તરફથી એ ચરિત્ર સાંભળવાને જાહેર સભા બોલાવવામાં આવી હતી. કવિ દલપતરામ એ સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા હતાઃ એમણે એ કાવ્ય પૂરું સાંભળ્યા બાદ, તેની પ્રશંસા કરતાં, પ્રમુખસ્થાનેથી નીચે પ્રમાણે ઉગારો કાઢયા હતાઃ
“આ પ્રસંગે રા. ગણપતરામને ઈનામ આપતાં મને ઘણો આનંદ થાય છે, કારણ કે અત્યાર સુધી મારા મનમાં ચિંતા હતી કે હું તે હવે વૃદ્ધ થયો છું; એટલે મારી જગ્યા કેણ સાચવશે ? પરંતુ આજ આ કાવ્ય સાંભળીને મારા મનમાંથી એ ચિંતા દૂર થઈ છે. રા. ગણપતરામની કવિતા ઘણી સારી છે; અને હું ધારું છું કે જેમ સોસાઈટીએ મને સેનાને અક્ષરે કવીશ્વર પદ કોતરાવી આપ્યું છે, તેમ એમને પણ આપે તે ખોટું નથી. એવા ગૃહસ્થને તે સાયટી સરખાએ રૂ. ૧૦૦) ને દરમાયે કવિતા કરવાને રાખવા જોઈએ."*
એમના જીવનનું મહત કાર્ય તે મહાભારતને ગુજરાતીમાં અનુવાદ હતા. ઘણું કવિએ મહાભારતનું સંપૂર્ણ ભાષાન્તર કરતા નહિ; એવા વહેમથી કે તે પૂરું કરનાર અકાળે મૃત્યુ પામે છે. પણ આ કવિએ બેટી માન્યતાથી વહેસાઈ ન જતાં આખું ભારત ગુજરાતીમાં ઉતારીને ગુજરાતી સાહિત્યને એક રીતે સમૃદ્ધ કર્યું છે અને આપણને સંતે પામવા જેવું એ છે કે સ્વર્ગસ્થ સર ચીનુભાઈએ એમનાં એ સરસ કાર્યની કદર, કરી, એ પુસ્તકના પ્રકાશનમાં નાણાંની મદદ આપી હતી એટલું જ નહિ પણ કવિનું અન્ય રીતે પણ સન્માન કર્યું હતું. આપણું પ્રાચીન પદ્ધતિઓ કવિતા અને આખ્યાન લખનાર કવિઓ અત્યારે મળવા દુર્લભ છે અને આપણે એમ કહી શકીએ કે કવિ ગણપતરામ જુની કવિતા શાખાના છેલ્લા પ્રતિનિધિ હતા." - નાગેશ્વર જેછારામ શાસ્ત્રી પણ અમદાવાદના વતની અને રાયકવાળ જ્ઞાતિના હતા. કેટલોક સમય એઓ સોસાઈટીમાં નોકર રહ્યા હતા અને મદ્યપાન નિષેધક મંડળ તરફથી ઉપદેશકનું કાર્ય પણ એમણે કર્યું હતું.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૦, . ૨૯૪
* એમનું લખેલું આત્મવૃત્તાંત અમને એમના સુપુત્ર શ્રીયુત શેવિંદરામ પાસેથી મળ્યું છે; અને તે ગ્રંથ અને ગ્રંથકાર-પુ. ૪' માં આપવામાં આવ્યું છે.