Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
કર્નલ પાની સૂચનાથી કચ્છના રાવશ્રી પ્રાગમલજીએ પિતાના છેલ્લા વિલમાં. રાજ્યની આંતર વ્યવસ્થાની લગામ મણિભાઈને સોંપવા લખ્યું હતું અને એ. રિજન્સીના કાળ દરમિયાન કચ્છ પ્રાન્તમાં કેળવણીના બીજ અને સંસ્કાર, નાખવાની સાથે એમણે ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યદયાર્થે પણ પ્રયત્ન આદરેલા અને તે કાર્યમાં એમણે સંસાઈટીની સહાયતા મેળવી હતી. પાછલા પ્રકરણમાં કચ્છ દરબારના આશ્રય હેઠળ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની યાદી આપેલી છે તેમાં પ્રશંસાપાત્ર તત્ત્વ એ હતું કે હરિફાઈથી લખાઈ આવતા નિબંધો અને પુસ્તકની પરીક્ષા અને છેવટનો નિર્ણય ક. રિજન્સી કૌન્સિલદ્વારા થતે અને તે કામ કેટલું ચોક્કસ અને કાળજીપૂર્વક થતું હતું તે દર્શાવવા માટે સન ૧૮૮૦ ના “બુદ્ધિપ્રકાશ'માંથી એક ઉદાહરણ આપીશું રીજ શી કૈસીલમાં ઠરાવ નં. ૩૬૪૭ સંવત ૧૯૩૬
ગુજરાતીને ઉત્તેજન આપવા તથા તે ભાષા સુધારવા પાછળ પ્રયત્ન કરનારાઓને આશ્રય આપવાના હેતુથી નામદાર કસીલ તરફથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી મારફત સને ૧૮૭૮ ની સાલમાં કચ્છ કાઠીયાવાડ. અને ગુજરાતની ખેતીવાડી સુધારવાના વિષય ઉપર નિબંધ લખવા તથા ટેડ રાજસ્થાનના ૧૭૪ પાનાનો તરજુમો કરવા બાબત ઈનામ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં.
(૧) “ખેડ ખાતર ને પાણી ધાનને લાવે તાણી.” (૨) “ખેતીવાડીને ચાહાનાર” ટોડનું ભાષાંતર. (૧) “રસિક સુઘડ નાર વિગેરે.” (૨) “ધરી ખરી ધીરજ સુરલોકે વિગેરે.” (૩) “ભાવનગરથી ઓઝા દુલેરાય મહીપતરાય.” (૪) રાજકોટથી સત્યમેવ જયતે.
આ ઉપરથી ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી ખેતી વિષે ૨ નિબંધ અને ટેડનાં ભાષાંતર, ૪ હાંસીઆમાં લખી સંજ્ઞાવાળા આવ્યા હતાં. સિવાય મુદત બાદ રા. રૂદરજી રાણા તરફથી ખેતી વિષે એક નિબંધ અહિં પરભારો આવ્યો હતે.
નિબંધે અને ભાષાંતર તપાસી ઈનામ આપવા લાયક તેમાં કિ નિબંધ અને ભાષાંતર છે, તે વિષે રિપોર્ટ કરવા નીચે લખ્યા ગૃહસ્થને કસીલ તરફથી નિમવામાં આવ્યા હતા.