Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૦૪
એક શિક્ષક તરીકે એમનું કાર્યાં કેવું સરસ હતું તેનું રસિક અયાન એમના એક શિષ્ય - બુદ્ધિપ્રકાશમાં ' માં કયુ છે, તેમાંથી એક *કરા ટાંકીશુંઃ—
શિક્ષક તરીકે રાવ સાહેબ અમારા ઉપર એવી છાપ પાડતા હતા કે જે હું તેમજ મારા ધણા સહાધ્યાયી મહેતાજીએ અમારા મહેતાજી તરીકેના જીવનમાં તેમને આદરૂપે લેતા હતા. વિષયને રસિક બનાવી વિદ્યાર્થીઓના મન ઉપર ઠસાવવાની તેમની પતિ હજુ પણ અમારા સ્મરણમાંથી ખસી નથી. આ ઉપરાંત તેમનામાં માયા અને ભય એ એ શિક્ષકના ખાસ ગુણા ધણાજ ઉચ્ચ પ્રમાણમાં હતા. કોઈપણ વિષયમાં કાંઈ શંકા પડે તા તેમની પાસે સમજવા હું ઘણી વાર જતા જે વખતે એવી માયાથી તે સમજાવતા કે આપણને ધણેાજ આનંદ પડે તેમજ તેમના હાથ નીચેના શિક્ષકો તેમજ વિદ્યાર્થી રાવ સાહેબ આવે છે એવું સાંભળતાંજ જાગૃત અને ચાલાક થઇ જતા, આવે તેમને પ્રતાપ પડતા હતા. ઉપરી અંગ્રેજ અમલદારા પણ રાવ સાહેબ તરફ ઘણી માનનો દૃષ્ટિથી જોતા હતા અને તેમના પ્રતાપ આખા ખાતામાં ધણેાજ પડતા હતા. તેઓ દરેક કામ કરતા પહેલાં બહુજ વિચાર કરતા અને નિશ્ચય કર્યાં પછી ભાગ્યેજ ફેરવતા. ’’*
66
ટ્રેનિંગ કૉલેજના મુખપત્ર તરીકે ‘ ગુજરાત શાળાપત્ર’ એમના પ્રયત્નથી
9
નિકળ્યું હતું. ‘ પરહેજગાર બુદ્ધિવર્ધક અને સત્યપ્રકાશ ના તંત્રી
"
તરીકે મહીપતરામને જે અનુભવ થયલેા તેનેા લાભ ‘ગુજરાત શાળાપત્ર તે મળેલો. એ પત્રના ઉદ્દેશ સંબંધી શાળાપત્રના જ્યુબિલિ અંકમાં સ્વસ્થ લાલશંકરે નીચે મુજબ લખ્યું હતું:—
6
66
ટ્રેનિંગ કૉલેજમાં તૈયાર થઈ મહેતાજી નીમાયા પછી મહેતાજીનું જ્ઞાન વધતું રહે, ખાતા સંબધી જરૂરની માહિતી તેને મળે, જુના મહે તાજીને શાળાપદ્ધતિનું જ્ઞાન મળે, શાળા અને શિક્ષણ સંબંધી વિષા વારંવાર ચર્ચાય, સ્કાલરા તથા મહેતાજીઓને લખવાના મહાવરા થાય અને સામાન્ય રીતે શાળાના કામમાં મદદ રૂપ થાય એવા એક ચેાપાનીઆની જરૂર શાળા ખાતાએ સ્વીકારી, અને તે બાબતમાં મર્હુમ મહીપતરામભાઈની ચેાજના મહેરબાન ડિરેકટર સાહેબે પસંદ કરી અને ૧૮૬૧ ના જુન માસથી ગુજરાત શાળા પત્ર' નીકળવા માંડયું. ” અને તે કાઢવાની
6
* બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૦, પૃ. ૩૫૪.
.
"
+ · શાળાપત્ર ” જ્યુબિલિ અંક, પૃ. ૫૩.