Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૭
કઠણ છે. અને તેવું કરવાને પુરો પ્રયત્ન કરવા જતાં ભાષાંતરની ભાષા બેડેળ અને ઘણે ઠેકાણે સાધારણ વાંચનારથી સમજાય નહિ તેવી થઈ જાય કઠણ ઈગ્રેજી ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં એમ થવાનો સંભવ ઘણો છે. વળી અંગ્રેજી પુસ્તકો ઈગ્રેજોને માટે લખેલાં હોય છે તેનું કેટલુંક લખાણ ગુજરાતી વાંચનારને લાગુ પડે નહિ માટે તેનાં ભાષાંતરમાં એ તરફની ખોડ આવ્યા વગર રહે નહિ એ વિગેરે કારણોથી ભાષાંતરને બદલે મૂળ ગ્રંથમાંથી, ( પોતાની તરફનું નવું નહિ ઉમેરતાં ) મતલબ લેહ શુદ્ધ અને સરળ ગુજરાતીમાં ગ્રંથ રચાવશો તો આપનો તથા કેસલનો હેતુ. પાર પડશે અને ટીડ સાહેબના રસિક પુસ્તકનો સઘળો સાર અને સઘળી ખુબી ભરેલો રસિક ગુજરાતી ગ્રંથ બનશે. ભાષાંતરને બદલે કામ્પીલેશન કરવાના બીજા લાભો પણ છે. અઘરી અંગ્રેજી ચોપડીઓનાં ભાષાંતર કરવાનાં પ્રયત્નો આ સાઈટી તથા ડીરેકટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રકશનના
એ પ્રમાણે નિષ્ફળ ગયા છે. એ અનુભવ ઉપરથી શબ્દ શબ્દ અને વાક્ય. વાક્યના ભાષાંતર ન કરાવતાં ગ્રંથનો ભાવાર્થ લેવાની રીત અમને વધારે પસંદ પડે છે. અંબાલાલ કૃત અર્થશાસ્ત્ર એ પ્રકારનું પુસ્તક છે. એમ કરવામાં ભાષાંતર કરનારને કેટલીક છૂટ લેવી પડે છે પણ જે અસલ ગ્રંથમાં હોય તેને ઠામે બીજું કાંઈ તે દાખલ કરે નહિ. ને જે ઈગ્રેજને લાગતું હોય તે મુકી દે અથવા ઈગ્રેજને માટે છે એમ સમજાય તેમ લખે. વળી કર્નલ ટૌડના વખત પછી જે જ્ઞાન વધ્યું છે કે તેની ભૂલ જણાઈ છે તે બિન નોટમાં જણાવવી જોઇએ. ઉપધાત અને ભૂગોળના ભાગ વગેરેમાં ઘણુંક લખાણ છે તે ભાષાંતરમાં લેવા વિશે શક જેવું લાગે છે. આ બધી વાતને વિચાર કરી નિર્ણય કરી શકે તેવા કોઈ ભાષાંતર કરવામાં અનુભવી વિદ્વાનને સોપેથી કસીનો રૂડે હેતુ પાર પડવાને વધારે સંભવ છે. એ કોઈ પુરૂષ આપના જાણવામાં ન હોય તે તે ખોળી કાઢવાના કામમાં. હું ખુશીથી મદદ કરીશ. આખા ટેડકૃત રાજસ્થાનનું એ પ્રકારનું ભાષાંતર. કરવાને ત્રણેક વરસ લાગે. આખું પુસ્તક બહુ મોટું થઈ જશે માટે ત્રણ ભાગ કરી છપાવતાં સુગમ પડશે. છપાવવા જેટલો ભાગ થાય એટલે તે છપાવ. એમ થોડા વર્ષમાં આખો ગ્રંથ પૂરે થશે.”
મહીપતરામની પ્રવૃત્તિ કઈ એક સંસ્થામાં કેન્દ્રિત ન હતી. શહેરની. તમામ પ્રવૃત્તિમાં તેઓ આગેવાન ભાગ લેતા; અને ઘણીખરીના તેઓ મુખ્ય સંચાલક હતા. એ સંબંધમાં ગોવર્ધનરામને આભપ્રાય ટાંકીશું –
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૧૧૧-૧૧૨.