Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
તેમ છતાં આપણે નવાઈ પામીશું કે એમણે “વનરાજ ચાવડે ' “સિદ્ધરાજ જયસિંહ” “સાસુ વહુની લડાઈ” અને “ભવાઈ સંગ્રહ” જેવા સ્વતંત્ર પુસ્તક રચીને ગુજરાતી સાહિત્યને જુદા જુદા વિભાગમાં સમૃદ્ધ કર્યું હતું.
અકબર ચરિત્ર' તે એમણે “બુદ્ધિ પ્રકાશ” માં કટકે કટકે લખીને પ્રસિદ્ધ કરેલું અને “ગ્રીસ દેશનો ઇતિહાસ' પ્રથમ કેળવણી ખાતા માટે સ્મિથના ઇતિહાસની હાની આવૃત્તિ પરથી લખેલો તે પાછળથી સંસાઈટીએ છપાવ્યો હતે. “દુર્ગારામ ચરિત્ર” અને “કરસનદાસ મૂળજી ચરિત્ર' એ બે પુસ્તકો લખીને એમણે પિતાના ગુરુ પ્રત્યેનું અને મિત્ર પ્રત્યેનું ઋણ. અદા કર્યું હતું અને એ ચરિત્ર ગ્રંથે, કહેવાની જરૂર નથી કે એ સમયનું સમાજચિત્ર અવલકવાને અન્ય સાધનને અભાવે ખરેખર કિંમતી નિવડયા છે.
સંસાર સુધારાને ઉપદેશ કરવાને બહાર પડ્યા ન હોય એમ એમના ઉપરોક્ત ગ્રંથમાં તેમણે પ્રસ્તુત અપ્રસ્તુત સ્થાને અનિષ્ટ સાંસારિક રિવાજને ચર્ચા છે. “સાસુ વહુની લડાઈમાં એક સુધારકની વૃત્તિમાંથી ઉદ્ભવેલી અને “ભવાઈ સંગ્રહમાં પણ એમને એજ સુધારાને હેતુ જણાય છે. “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ” માં શ્રીયુત ડાહ્યાભાઈ લખે છે, “દરેક ચાલુ રિવાજ અથવા સંસ્થાને સુધારવાં એ રા. સા. મહીપતરામને સ્વભાવ જ પડી ગય એટલે તે વખતે ભજવાતી ભવાઈઓમાં બિભત્સ પણું છે એમ સમજવા છતાં પણ ભવાઈની સંસ્થા જળવાઈ રહેવાની અગત્ય એમને દેખાઈ. આથી એમણે તેમાંનાં વાંધાભર્યા તો દૂર કરવા અને પાત્રોને અસભ્ય ભાષા વાપરતા છોડાવવાના પ્રયત્નો આદર્યા.”+
ટ્રેનિંગ કોલેજમાં રાત દિવસ ગુજરાતીમાં જ વ્યવહાર રાખવાને ઈને એમનું ગદ્ય લખાણ આપણે ઈચ્છીએ એવું જેમવાળુ, અસરકારક અને લાલિત્યભર્યું તે નથી, એમ કહેવું જોઈએ. તેનું કારણ શ્રીયુત નરસિંરાવે એમનું સંસ્કૃત જ્ઞાનનું અજ્ઞાન “મરણ મુકુર”માં કેટલાંક ઉદાહરણો આપીને બતાવ્યું છે તે હોય, અથવા તે દિ. બ. ઝવેરી જણાવે છે તેમ “લેખકની જેવું હોય તેવું જણાવી દેવાની ટેવ અને તેમના વ્યવહારચિત વ્યક્તિત્વ જેવું તે ગદ્ય પણ–અકલ્પનાત્મક અને નિરસ રહ્યું.” અને તેના પરિણામે. એમની લેખન શૈલીએ ‘એકસરખી જ જડસમતા ધારણ કરી હતી.
+ “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ” પૃ. ૧૮૭ [ ફૂટનોટ] * જુએ “સ્મરણુ મુકુર ” પૃ. ૪૩. - જુએ “ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક સ્ત” પૃ. ૧૭.