Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
તે તથા બીજી ઉપયોગી બાબતે ઉપર જોશથી લખાણ કરી કરસનદાસના પત્રની આબરૂ હતી તેવી જાળવી રાખવાની મેં યથાશક્તિ કોશિશ કરીએથી પ્રસન્ન થઈને કેાઈ સખી સ્વદેશ મિત્રે મને રૂ. ૨૦૦) નનામા ગુપ્ત મોકલ્યા, તેથી મારા મન પર ઘણું અસર થઈ. તે ગૃહસ્થ કેણ હતા. તેની ખબર મને વીસે વરસે થઈ. એ સુધારાના દોસ્ત અને ગુણના જાણનાર ચાર પારસી ગૃહસ્થ હતા. છ મહિના ન થયા એટલામાં મને અમદાવાદમાં
કરી મળી. મેં રા. ઝવેરીલાલ ઉમીયાશંકરને તેના અસલ માલીકની આજ્ઞાથી સત્યપ્રકાશ સેપ્યું. એણે પણ કામ સારું ચલાવ્યું, એ પછી થોડા માસમાં કરસનદાસે આવી તેને પિતાને હાથ પાછું લીધું.”+
અમદાવાદ હાઈસ્કુલના હેડ માસ્તરના પદે મુંબાઈથી એમની ફેરફારી થઈ પણ એ જગાએ તેઓ ઝાઝે સમય સ્થિર રહ્યા નહિ. તેમને તુરતજ ડેપ્યુટીની લાઈનમાં લઈ લેવામાં આવ્યા. વચમાં કેટલીક મુદત હોપ વાચનમાળા કમિટીમાં કામ કર્યું. કેળવણી ખાતું તે સમયે નવું સ્થપાયું હતું. તે ગામડે ગામડે નવી શાળાઓ ખોલવાનો પ્રયત્ન કરતું; પણ તેને ટ્રેન્ડ શિક્ષકે. મેળવવાનું મુશ્કેલ થઈ પડતું. આ અડચણ દૂર કરવા કેળવણી ખાતાએ એકાદ લાયક બુદ્ધિશાળી ગુજરાતીને, ઈંગ્લાંડની શાળાઓનું નિરીક્ષણ કરી આવવા અને ત્યાંની શિક્ષણ પદ્ધતિનું જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરવા સારૂ મોકલવાનું ઠરાવ્યું. પ્રથમ ખાતામાં બાહોશ ગણાતા “કરણઘેલો' ના કર્તા નંદશંકર તુલજાશંકરને પૂછવામાં આવ્યું. પણ તેમણે પરદેશ જવાની નાખુશી દર્શાવી. કેવા કારણસર તેમણે ના પાડી તેની વિગત એમના કનિષ્ટ પુત્ર વિનાયકે “નંદશંકર ચરિત્રમાં આપી છે?
તેઓ કહેતા કે ” મારા વૃદ્ધ પિતાએ રવા માંડયું કે “હું તને વિખુટે નહિ મૂકું.' સાસરાવાળા પણ બહુ જુના વિચારનાં. ઘરમાં કાંઈ દ્રવ્ય નહિ, કંઈનું કંઈ થાય ને ભવિષ્યમાં સાસરાવાળા જોડે ટંટો રાખીએ તે કેમ પરવડે? જવાનું મન તે ઘણું પણ ના કહેવી પડી.” - ખાતાની નજર તે પછી મહીપતરામ પ્રતિ વળી. એક દિવસે હોપ સાહેબનું મહીપતરામને મળવું થતાં, ઈગ્લાંડની નોર્મલ સ્કુલની વાત કહી એ સાહેબે જણાવ્યું, “ત્યાને સુધારે અત્રે આણવો જોઈએ. નિશાળે ચલાવનારા મહેતાજી કેળવાયેલા ન હોય ત્યાં લગી કેળવણી આપવાનું કામ
+ કરસનદાસ મૂળજી ચરિત્ર, પૃ. ૧૨. * નંદશંકર જીવન ચિત્ર, પૃ. ૧૦૬..