Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
નિશ્ચય વિષે સંદેહ હેવાથી તથા બીજા સુધારાવાળા થડા અને તે થોડા જૂદી જૂદી નાતના હોવાથી તેમની મદદની આશા રાખી શકાય નહિ, આવા વિચારથી મારું મન ડોલવા લાગ્યું. એ વેળા મને હિમ્મત આપનાર અને મારું મન દઢ રાખનાર મારા સગાં સંબંધીઓમાં આ મારી પ્રાણપ્રિય ભાર્યા માત્ર હતી. સુરતમાં અને મુંબઇમાં તેને ડગાવવાને પ્રયત્ન જેણે જેણે કર્યો તે વ્યર્થ ગયો.”
પ્રસ્તુત ચિત્રની પૂતિ રૂપે એ જ પરદેશ ગમનના વિષય પર એક હાસ્ય જનક પ્રસંગ શ્રીયુત નરસિંહરાવે વર્ણવ્યો છે, તે આ ચિત્રની વાર્તા : વિકતા લક્ષમાં આવવા અમે નોંધીએ છીએ –
વડોદરામાં એક પ્રસંગે મહીપતરામ મહારા વડીલ બધુ ભીમરાવને ઘેર પહરૂણુ હતા; સાંઝે ઘરના ઓટલા ઉપર ભીમરાવ, મહીપતરામ અને બીજા એક બે મિત્રો બેઠા હતા; પિલા જુનાગઢી ગૃહસ્થ પણ હતા. એઓને ભીમરાવે મહીપતરામનું ઓળખાણ કરાવ્યું, તરત જ એ ગૃહસ્થ બેલી ઊયાઃ “આ મહીપતરામ કે ? આપણ નાત્યમાં ઘોળ ઘાલ્યું હતું તેજ આ મહીપતરામ ? એ શંકરભાઈ ! આમ આવો, મહીપતરામ જેવા હોય તે."*
અમદાવાદનું એમનું મિત્ર મંડળ અને સરદાર ભોળાનાથભાઈએ મહીપતરામની પડખે ઉભા રહી એમનાં એ પ્રવાસના કાર્યને ઉત્તેજન આપ્યું હતું અને કવિ દલપતરામે એ પ્રસંગ વિષે કવિતા રચી, ગાયું હતું કે,
“ નાગર સાગર મારગે, મહા મુસાકરિ કામ; તેમાં હિંમત તે ઘણું રાખી મહિપતરામ.
ગણલા ગવાશે ગીતમાં ગુણ તુજ ગામે ગામ; રાજેશ્રીની રીત તે રાખી મહિપતરામ.
બકે છકે તે છે કે તુચ્છ આકલની ટેવ; જતાં હશે તેમજ જશે નીર નેરનાં નેવ. સમાધાન સગર્ણ થશે નકી થશે નીરાંત,
વાત થાશે વાંચવા દેવાશે દષ્ટાંત.” $ જુઓ “પાર્વતીકુંવર આખ્યાન” પૃ. ૧૩-૧પ. *સ્મરણ મુકર, પૃ. ૩૬.
નડિયાદથી તે પહેલા એક પાટીદાર બંધુ અચલા પણ તેમને જ્ઞાતિ તરફથી મહીપતરામ જેવી વિટંબણા વેઠવી પડેલી નહિ