Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
સુધારાના વિચારની છાપ મહીપતરામ પર છેક હાનપણથી પડેલી. તે સંસ્કાર પાડનાર એમના ગુરૂ દુર્ગારામ મહેતાજી હતા. લોકોનું ઘર અજ્ઞાન અને ખોટા વહેમ ટાળવાને મહેતાજીએ “માનવ ધર્મ સભા” નામની એક સંસ્થા સ્થાપી હતી. એમના સહાયકોમાં દાદોબા, દલપતરામ માસ્તર, દામોદરદાસ અને દીનમણિશંકર હતા, અને તેમના નામને પ્રથમ અક્ષર “દ” થી શરૂ થતે તેથી એ ટોળી “પાંચ દદ્દા” ના ઉપનામથી, ઓળખાતી. લોકોને સસ્તું વાચન સાહિત્ય આપવા સારુ તેઓએ સુરતમાં એક પુસ્તક પ્રસારક મંડળી કાઢી હતી અને તે કાર્ય માટે મુંબઈથી ગ્રંથ છાપવાનું એક શિલા છાપ મંગાવ્યું હતું. મહેતાછ દુગરામ તે ચકલે ચલે ફરી લોકોને જાદુ, ભૂતપ્રેત વગેરેમાં નહિ માનવા, બાળલગ્નને અનિષ્ટ ચાલ બંધ કરવા તેમ વિધવા વિવાહ કરવા ઉપદેશ આપતા. આ વિચારે જુના રૂઢિચુસ્ત લેકિને પસંદ પડતા નહિ; અને તેઓ તેથી ગુસ્સે થતા અને મહેતાજીને મનમાં આવે તેમ ગાળો ભાંડતા. તેઓ એટલેથી અટકેલા નહિ. એક પ્રસંગે દાવ મળતાં, દુર્ગારામને ખાખરા કરાવવા સુદ્ધાંત ચુકેલા નહિ. મહીપતરામે એ બનાવ “દુર્ગારામ ચરિત્ર”માં નીચે પ્રમાણે વર્ણવ્યો છે?
મારી ઉમર એ વેળા ૧૪ વરસની હતી તે પણ હું માનવધર્મ સભામાં વખતે જાતે. ત્યાંનાં ભાષણમાં થોડી સમજ પડતી તે પણ મનેરંજક લાગતાં. દરિયા મહેલથી દાદુબાના ઘર લગી જતાં કેટલાક માણસોએ મહેતાજી ઉપર હુમલો કર્યો હતો તે મેં નજરે જોયો હતે. મહેતાજીને બચાવ કરવાને એક લઠ્ઠ પારસી તેની પાછળ ચાલતું હતું અને પાછે ફરી હંગામો કરનારાને દૂર કરતું હતું. તે વેળા હું બાજુએ ચાલતો હતો એટલું મને સાંભરે છે. મારું હદય એ વેળા મહેતાના પક્ષમાં હતું. મારું મન તેની ભણી ખેંચાતું અને તેની નિંદા સાંભળી હું નાખુશ થ.”x,
એમના જીવન પર નવા વિચારની આ પ્રમાણે જે અસર થવા પામેલી તે પ્રતિદિન વધતી ગયેલી; અને તે વિષે એમના અભિપ્રાય એટલા દૃઢ થયા હતા કે દુર્ગારામ મહેતાજીએ તક સાંપડતાં, પુનર્વિવાહ ન કર્યો અને કુંવારી કન્યાને પરણ્યા, એ કાયર કૃત્યને તેઓ એમના ગુરુ હતા છતાં મહીપતરામે વખોડયું હતું અને એવી રીતે એમના સન્મિત્ર કરસનદાસ મૂળજીએ ત્રીજી વારનું લગ્ન સાસરીઆઓની મૂર્ખાઇભરેલી સરતે માન્ય રાખીને કર્યું તે બદલ એમણે ઓછા સખ્ત શબ્દો વાપર્યા ન હતા. સુધારાના કાર્યમાં
* દુર્ગારામ ચરિત્ર, પૃ. ૬