Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
ફ્રાન્સ દેશની ઉથલપાથલને ઇતિહાસ એટલો તે વિલક્ષણ વાતોથી ભરેલો છે કે, તેથી સાધારણ માણસને જ નહિ પણ મોટા મોટા દેશનેએ એમાંથી ઉત્તમ પ્રકારની શીખામણ મળે છે."*
આપણે પ્રાંતમાં એ સમયે પુસ્તક પ્રકાશન સંસ્થાઓ નહિ જેવી હતી, તેથી પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન માટે સાઇટીને ઉપકાર માનતાં લેખક જણાવે છે, “જે આ ગ્રંથ સોસાઈટી ન છપાવત, તે તેને ઉધાઈને ભક્ષ થવા સિવાય બીજો રસ્તે નહોતે. માટે સ્વદેશ હિતેચ્છુઓને મારી નમ્રતાપૂર્વક વિનંતિ છે કે, દેશકલ્યાણ સોસાઇટીને ભરપૂર શાવાળી કરવાને તેમણે પિતાનાં તન, મન અને ધનથી બનતી મદદ કરવી. કેમકે એની સારી હાલત ઉપર આપણા દેશની હાલત સુધરવાને આધાર છે.”
“મહાન આજેડ” એ પુસ્તક પણ એમની કૃતિ હતી. ઈગ્લાંડના ઇતિહાસમાં આડ ધી ગ્રેટ ઉંચો દરજો ધરાવે છે અને એમનું ચરિત્ર સ્કૂર્તિદાયક (inspiring) અને પ્રબોધક માલુમ પડશે. લેખકે તે રચીને આપણને એક સારું ચરિત્ર પુસ્તક આપ્યું છે અને આપણું અલ્પ ચરિત્ર ગ્રંથમાં એક ઉપયોગી પુસ્તકનો ઉમેરે કર્યો છે એમ કહેવું જોઈએ.
3. ત્રિભુવનદાસ મોતીચંદ શાહને જન્મ સન ૧૮૪૯ માં થયો હતો. તેઓ જુનાગઢના વતની અને જ્ઞાતે શ્રીમાળી વાણુઓ હતા. મિત્રો અને શુભેચ્છકેની મદદથી એમણે કોલેજમાં અભ્યાસ કરેલો. સન ૧૮૭૧ માં એલ. એમ. ની પરીક્ષામાં પાસ થયેલા. સન ૧૮૭૬ માં તેઓ વઢવાણમાં ડોકટર નિમાયેલા અને ત્યાંથી એમની બદલી અમદાવાદની મેડીકલ સ્કૂલમાં શિક્ષક તરીકે થઈ હતી. એ સમયથી તેઓ સેસાઈટીના કામકાજમાં રસ લેવા લાગ્યા, એટલું જ નહિ પણ સાઈટીને વૈદક અને આરોગ્ય વિષે પુસ્તકો લખી આપવાનું કાર્ય એમણે સ્વીકાર્યું હતું. ડોકટર સેવેજ કૃત “Advice to a Mother” એ પુસ્તક પરથી આપણા સંસારની પરિસ્થિતિ અને લોકજીવન નજર સમીપ રાખીને ઘટતા ફેરફાર અને સુધારા સહિત “માને શિખામણ” એ પુસ્તક એમણે તૈયાર કર્યું અને તે એટલું બધું લોકપ્રિય નિવયું કે પ્રથમ વર્ષમાં તેની ૩૦૦૦ પ્રતે ખપી ગઈ હતી.
» કાન્સ દેશ માંહેલી રાજ્યની ઉથલ પાથલનો ઈતિહાસ-પ્રસ્તાવના, પૃ. ૩, * એજન, પ્રસ્તાવના પૃ. ૫.