Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
- આ પુસ્તકમાં જનાવરનાં ચિત્રો આપ્યાં છે તે પરથી તેઓ કેવાં છે, તે સમજાશે. તેઓ જે જે કરે છે તે સરળ ભાષામાં સમજાવ્યું છે તેથી વાંચનાર બાળકને રમુજ સાથે બંધ ભળશે એટલું જ નહિ, પણ પરમેશ્વરે સરજાવેલાં પ્રાણીઓની અજાયબ જેવી રહેણીનું તેમજ આપણું મહાન પિતા પરમેશ્વરે કેવી રીતે તેમની હાજતો પૂરી પાડી છે તેનું આટલું થોડું જ્ઞાન મળવાથી પણ તેઓ સર્વજ્ઞ અને પરમ કૃપાળુ સૃષ્ટિકર્તા પર પ્રેમ અને પૂજ્યભાવ રાખતાં શીખશે એ પૂર્ણ વિશ્વાસ છે.” . “વનસ્પતિશાસ્ત્રનાં મૂળત” એ નામનું પુસ્તક ડો. ભાલચંદ્ર કૃષ્ણ ભાટવડેકરે મરાઠીમાં લખેલું અને તેની એ વિષયમાં નિષ્ણાતેએ ઉત્તમ તારીફ કરી હતી; બળવંતરામે લેખકની પરવાનગી મેળવી તેને ગુજરાતીમાં તરજુ કર્યો અને તે સંસાઈટીને છપાવવા માટે મોકલ્યા. ગુજરાતીમાં એ જાતનું પુસ્તક પ્રથમ હતું અને તેમાં મૂળ પુસ્તકમાંનાં ચિત્રો પણ આપ્યાં હતાં. એ વિષયની અગત્ય અને મહત્તા વિષે મૂળ લેખકે નીચે પ્રમાણે વિચારે દર્શાવ્યા છેઃ
જેમ બીજાં શાસ્ત્ર વ્યવહારમાં ઉપયોગી છે તેમ વનસ્પતિશાસ્ત્ર પણ બહુ ઉપયોગી છે. ખેડુત, બાગવાન, વૈદ્ય અને રસાયનશાસ્ત્રીને વનસ્પતિશાસ્ત્ર અવશ્ય કરીને ઉપગી છે. વિશેષે કરી હિંદુસ્તાન જેવા દેશમાં પર્વત પર અને જંગલોમાં વનસ્પતિ પુષ્કળ છે ત્યાં આ શાસ્ત્રના જ્ઞાનવડે અગત્યની શોધ થવાનો સંભવ છે. કાળી, ભીલ, અને કાતકરી લોકોમાં વનસ્પતિના ગુણષનું અવર્ણનીય અને અમૂલ્ય જ્ઞાન અદ્યાપિ
હ્યું છે તે તેઓમાંજ રહેવા દેવું યોગ્ય નથી. પરંતુ હળવે હળવે પ્રયત્ન કરી તેનું જ્ઞાન બધા લોકોને થાય એવી તજવીજ કરવી જોઈએ."*
- વેણી સંહાર નાટક એ એમનું ત્રીજું ભાષાન્તરનું પુસ્તક હતું. મૂળ સંસ્કૃત નાટકનો અનુવાદ પરશુરામ પંત ગડબલેએ કર્યો હતે; અને એ અનુવાદનો અનુવાદ આ ગુજરાતી ગ્રંથ હતું. એટલે મરાઠી અનુવાદની ખામીઓ આમાં પણ ઉતરી હતી. સેસાઇટીને છપાવવા માટે મળતાં પુસ્તક તે કાળે કમિટીના સર્વ સભાસદોને તપાસવા મેકલી અપાતાં. સદરહુ ગ્રંથ ભોળાનાથભાઈ પાસે જતાં એમણે તે તપાસીને એ તરજુમા વિષે અભિપ્રાય લખતાં જણાવ્યું હતું કે “ગ્રંથમાં શબદલાલિત્ય તથા અર્ચ
* જુઓ પ્રાણુ વર્ણન-ભા. ૧પ્રસ્તાવના. * નસ્પતિશાસ્ત્રનાં મૂળતત્વો–પૃ. ૬.