Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આ ઉપરાંત બીજાં ૨૭ પુસ્તકે જુદા જુદા લેખને લખવા સેપેલાં અથવા તે લખાવવાનો નિર્ણય થયેલે તેની યાદી પરિશિષ્ટ ૩ માં આપી છે, તે પરથી જોઈ શકાશે કે કમિટીને પ્રયાસ અને વલણ કેવા પ્રકારના નિબંધ, પુસ્તકે રચાવવા પ્રતિ રહેતા હતા.
ઉપરોક્ત યાદીમાંનાં ૫ પુસ્તકે મરાઠીમાંથી અનુવાદ હતાં; ૭ અંગ્રેજી પરથી લખાયાં હતાં; ૨ બંગાળીમાંથી; ૪ કવિતા ગ્રંથે અને બાકીના. નિબંધે વા દોહનરૂપ લે હતા.
જુદા જુદા વિષય પ્રમાણે એ પુસ્તકના વિભાગ પાડીએ તે ૨ ઈતિહાસ પુસ્તકે; ૩ ચરિત્ર ગ્રંથે; ૧ નાટક, ૫ સંસાર સુધારા વિષે; ૩ કેળવણી વિષયક; ૩ આરોગ્ય અને વૈદકનાં; ૪ વિજ્ઞાનને લગતાં; ૪' સામાન્ય નીતિ અને જ્ઞાનનાં હતાં.
એ પુસ્તકને આપણે હવે લેખકવાર તપાસીએ અને તેમ કરતાં એ લેખકે જેમણે સેસાઈરીને પુસ્તક રચી આપીને મદદ કરી હતી. તેમના વિષે યથાવકાશ છેડી ઘણુ માહિતી આપવા પ્રયત્ન કરીશું; પરંતુ સ્વર્ગસ્થના સંબંધીઓ અને સ્નેહીઓ તરફથી એ લેખકે વિષે પ્રમાણભૂત. હકીક્ત પૂરી પાડવામાં આવશે તે “ગ્રંથ અને ગ્રંથકાર' નાં પુસ્તક સેસાઇટી તરફથી પ્રસિદ્ધ થાય છે તેમાં તે વૃત્તાંત દાખલ કરવામાં આવશે..
ઉપરની યાદી જોતાં જણાશે કે એમાં સૌથી વધુ સંખ્યામાં પુસ્તકો લખી આપનાર ગૃહસ્થ બળવંતરામ મહાદેવરામ મહેતા હતા. તેઓ સુરતના વતની અને જાતના વડનગરા નાગર ગૃહસ્થ હતા, અમદાવાદમાં તેઓ કેળવણ ખાતામાં ભાષાંતર વિભાગમાં ગુજરાતી ટ્રાન્સલેટર એક્ઝીબીશનરની જગો પર હતા. મહીપતરામભાઈ ભાષાંતર વિભાગના વડા હતા અને એમ ધારવું છે કે બળવંતરામ એમના હાથ નીચે હતા, તેને લઈને જે કાંઈ નવું પુસ્તક તૈયાર કરાવવામાં એમની મદદ પ્રથમ લેવાતી અથવા તે જે કંઈ પુસ્તક તેઓ તૈયાર કરી મોકલતા તે કમિટી સ્વીકારતી હતી.
Natural History Album-નેચરલ હિસ્ટરી બમ’ એ નામનું પુસ્તક ઇગ્રેજીમાં તે વખતે બહાર પડેલું. તે પરથી કમિટીએ “પ્રાણુ વર્ણન” એ નામથી ત્રણ ભાગમાં તેને અનુવાદ બળવંતરામ પાસે કરાવેલ, અને તેનાં ચિત્રો ખાસ ઈગ્લાંડથી છપાવી મંગાવ્યાં હતાં. પ્રત્યેક ભાગમાં ૩૨, ૩ર પ્લેટ છે; તે વિષે અનુવાદક પ્રસ્તાવનામાં લખે છેઃ