Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
જીવંત અને વેગવતી રાખવામાં અપૂર્વ કાર્ય કરેલું છે અને બીજું કાંઈ નહિ તે ગુજરાતી જનતાને ધાર્મિક વાચનસાહિત્ય ઉપલબ્ધ કરી આપીને જે સંગીન સેવા કરી છે તે તે ખરેખર પ્રશંસાપાત્ર છે.
ધર્મના વિષયમાં પહેલાંના જેવી સ્થિતિ હવે રહી નથી. વિજ્ઞાન તેનું વિરેાધી મટીને ધર્મ પાછળ રહેલી અગમ્ય વસ્તુને સ્વીકારી તેને શોધવાને પ્રયત્ન કરી રહ્યું છે, એ ઓછું સંતોષકારક નથી. • ધર્મ વિષે મતમતાંતરે રહેશે. પણ પ્રભુનું અસ્તિત્વ સ્વીકારી, સર્વ માન્ય ધર્મસિદ્ધાંતોને જીવનમાં ઉતારવા પ્રજાને પ્રબોધવામાં આવે, સા કે એક પિતાનાં જ સંતાન છે, એટલું સત્ય ગ્રહણ કરવામાં આવે અને પરસ્પર ભ્રાતૃભાવ અને પ્રેમથી વર્તાય તે દુનિયામાંનું ઘણું ઝેર વેર દૂર થાય; અને પૃથ્વી પર સ્વર્ગ આવીને વસે. એ સુપંથે નવી ઉછરતી પ્રજા પ્રયાણ કરી રહી છે, એવા તેઓ જે આદર્શો સેવી રહ્યા છે, તે પરથી તેની આછી આછી પણ સ્પષ્ટ ઝાંખી થાય છે.
બ્રિટિશોએ સ્થાપિત ન્યાયની કોર્ટમાં અંગ્રેજીના વપરાશને બદલે ગુજરાતીને ઉપયોગ કરવા દેવામાં આવ્યો હતો તે એ ભાષા બહુ ખીલી શકત. તેમાં નવા નવા શબ્દો અને પ્રયોગ દાખલ થવા પામી ભાષાનો ભંડળ સમૃદ્ધ થાત, તેમાં વૈવિધ્ય અને સામર્થ્ય આવત; ભણેલાઓએ પણ ભાષા સાહિત્યના અભ્યાસ પાછળ વધુ અને ખાસ ધ્યાન આપ્યું હોત. વડોદરા રાજ્ય નરેશના પ્રયાસ એ વિષયમાં, ખરે, ધન્યવાદને પાત્ર છે.
વર્તમાનપત્ર એ સંસ્થા આપણે અહિં નવી આવેલી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની તે આપણને એક મૂલ્યવાન ભેટ છે. આજે જગતમાં તે એક અદ્વિતીય સ્થાન ભોગવે છે. સમાજમાં તેની પ્રતિષ્ઠા અને લાગવગ બહળાં છે. અગાઉ પંચ બેલે તે પરમેશ્વર એમ કહેવાતું. આજે આગેવાન છાપું જે અભિપ્રાય દર્શાવે તે લોકમતને ધ્વનિ સમજાય છે. પૂર્વે જે છાપ દેવનાગરી શાસ્ત્રીય લખાણની પડતી તે આજે વર્તમાનપત્રે પ્રાપ્ત કરી છે. અર્વાચીન જાહેર જીવનમાં લોકમતના પ્રતિનિધિ તરીકે તેની અસર બહોળી માલમ પડે છે.
ગુજરાતમાં પહેલવહેલું અઠવાડિક પત્ર “વર્તમાન” સોસાઇટીએ કાઢયું હતું. તે પછી આપણા પ્રાંતમાં છાપાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહી છે અને હાલમાં તે સંખ્યા આશરે ૨૦૦ છે.
જે અસાધારણ પ્રાબલ્ય અને કાબુ એક વર્તમાનપત્ર ધરાવે છે, તે