________________
[ ૭૦ ]
ધ્યાનદીપિકા
બનાવવું ન પડે અને તેના સિવાય રહી શકાય તેવી અલી કિક સ્થિતિ મેળવી લેવી. “જો અને ફોગટ મરી ગયો તે જગ્યાનું પ્રજન શું?” જન્મીને ફગટ ન મરવું પણ એવું કાર્ય કરીને મરવું કે પાછું ફરી મરવું જ ન પડે અથવા દુનિયાને ઉપયોગી થયા સિવાય મરવું નહિ. સારામાં સારા કામ કર્યા પછી આ દેહ પડે તો જ તેનું જન્મવું તે સફળ છે વળી તે કાર્ય કરતાં કીર્તિ મેળવવાની કે મનની આશા કે ઈચ્છા રાખવી નહિ પરંતુ સ્વભાવથી જ પરોપકારને અર્થે તેવી શુદ્ધ વૃત્તિ ધારણ કરીને સારું કાર્ય કરવું કે જેથી પિતાના આત્માને શાંતિ થાય અને લોકમાં સારા કાર્ય કરેલ હોવાથી ફરીને જીવતે છે તેમ જ ગણાય તથા મૃત તરીકે કઈ ગણે જ નહિ. આ સર્વ કહેવાનો આશય એ છે કે શરીરનું અશુચિપણું સમજી તેમાં મેહક મમત્વ ધારણ ન કરવું અને અવશ્ય નાશ પામનારું છે તેમ જાણી તેનો સારો ઉપયોગ કરે.
આશ્રવ ભાવના ૭ मनोवचःकायकर्म योग इत्युच्यते जिनैः । स एवाश्रव इत्युक्तः सोऽप्यशुभ शुभस्तथा ॥२९॥ अम्भोधौ यानपात्रस्य छिद्रं सूते यथा जलम् । योगरंधैस्तथा जीवः कर्मादत्ते शुभाशुभम् ॥३०॥
મન, વચન અને શરીરની ક્રિયાને જિનેશ્વરેએ ચોગ કહેલ છે અને તે જ આશ્રવ છે એમ કહેલું છે. તે પણ શુભ અને અશુભ એમ બે પ્રકારનો છે.
ના
૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org