________________
[ ૧૯૮ ]
ધ્યાનદીપિકા
આવી અંતરાય પાડે છે, તે અંધ થશે અને આવરણ દૂર થતાં જીવન આનંદમય થશે. વધારે શુ' કહેવુ? જેણે આ અભ્યાસ કરેલા છે તે જ તેના અનુભવ જાણે છે. આ સમ ભાવપૂર્વક કાઈ પણ આત્મિક માર્ગમાં પ્રવેશ કરાશે તે જરૂર તેમાં વિજય થયા વિના રહેશે જ નહિ.
આ સમભાવરૂપ સમુદ્રમાં ડૂબકી મારીને–સારી રીતે પ્રવેશ કરીને ચાગના આઠ અંગ સબધી વિચાર કરવા,
આ સમભાવમાં પૂર્ણ પ્રવેશ થઈ જ જાય તે પછી કાંઈ જરૂર રહેતી નથી. પણ શરૂઆતમાં સામાન્ય રીતે અને ઘેાડા વખત માટે જ પ્રવેશ થઇ શકે છે. એટલે થાડા પશુ સમભાવમાં પ્રવેશ કરીને તે સ્થિતિ કાયમ ટકાવવા માટે યાગનાં આઠ અંગ છે. તેમના વિચાર કરવા. ચાગનાં આઠ અંગા પણ મનઃશુદ્ધિ માટે જ આદરવા કે વિચાર કરવા ચૈાગ્ય છે. પૂર્વ કહેલ સમભાવમાં મનની જે શુદ્ધિ થાય છે તેવી ખીજા કશાયથી થતી નથી. છતાં શરૂઆતમાં તે સમ ભાવ આવતા નથી. આવે તેા ટકી રહેતા નથી એટલે ચાગનાં અંગાની જરૂરિયાત પહેલી સ્વીકારવામાં આવી છે. ચાગનાં આઠે અંગ
यमनियमासनबंधं प्राणायामेंद्रियार्थसंवरणम् । ध्यानं ध्येय समाधि योगाष्टांगानि चेति भजः ||९८|| યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર (ઇંદ્રિયાને વિષયાથી રાકવી) ધારણા, ધ્યાન અને સમાધિ. આ ચેગનાં આઠ અંગેા છે, તેમનું સેવન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org