________________
ધ્યાનદીપિકા
[ ૩૨૩ ]
તે સિંહાસન ઉપર હું પોતે બેઠો છું અને કર્મોને મૂળથી ઉખેડી ફેંકી દઉં છું, આવી કલ્પના કરવી-મન એવે આકારે પરિણુમાવી દેવું. આ વખતે આ ચિંતનમાં આત્મઉપયોગ એકરસ થઈ જ જોઈએ. અર્થાત્ આપણે જે આ કપના કરી છે તે સાક્ષાત્ અનુભવતા હોઈએ તેમ અનુભવ થવો જોઈએ.
એ વાતની આપણને ખબર છે કે કલ્પનાથી કર્મબંધ થાય છે. અનેક વાર જ માનસિક કલ્પનાઓ એવી કરે છે કે તે નિરુપયોગી કર્મબંધ કરાવનારી અને હલકા પ્રકારની હોય છે. તે જેમ નઠારી કલ્પનાથી કર્મબંધ થાય છે તેમ સારી કલ્પનાથી આપણને સારું ફળ પણ થવું જ જોઈએ. ન્યાય બંને ઠેકાણે સરખો છે. વળી આ કલ્પનાએમાં ઉપયોગ તદાકારપણે પરિણમે છે, એટલે આ કલ્પના પણ સાચું રૂપ પકડે છે. અર્થાત્ કલ્પનાના પ્રમાણમાં શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ કલ્પનામાં નિર્મળ આત્મઉપગી ધારણા હોવાથી નિર્જરા પણ થાય છે. કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાની જ ધારણા હોવાથી આ કલ્પનાનું ફલ કર્મનિર્જરાના રૂપમાં આવે છે.
હું મારા કર્મોને સર્વથા નાશ કરું છું. આ કલ્પનાની સાથે ને ક૯૫નારૂપે એકરસ થવાનું હોવાથી તે ચાલુ પ્રવાહને બીજા વિકલ્પોથી ખંડિત થવા ન દેતાં તેની અખંડ ધારણા રાખવી. તેમ કરવાથી આત્મબળમાં વધારે થાય છે, મન નિર્મળ થાય છે, ધારણ દઢ થાય છે, અને વાસનારૂપ કર્મને નાશ થાય છે. આ પાર્થિવી ધારણા છે. આ ધારણ પછી આગળ વધવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org