________________
માનદીપિકા
[ ૩૪૧ ]
મા આવી ઊભો રહ્યો, તે દેખાય કે તરત ચાલતે થયે અને તેને સ્થળે આવી ઊભું રહ્યું. આવી રીતે વારંવાર તે કમળ ઉપર સ્વરોનું પરાવર્તન થતું જાય છે તેમાં મન પરોવી દેવું અને એકાગ્ર કરવું. - ત્યાર પછી હદયમાં ચોવીસ પાંખડીનું કમળ ચિતવવું અને અનુક્રમે તેમાં એક એક વ્યંજન ગોઠવે તથા કર્ણિ કામાં પચીસમો વ્યંજન ગોઠવો અને તેમાં પણ એક એક વ્યંજન ઉપર લક્ષ રાખી તે વ્યંજનને ઝાંખ પણ દેખાવ થાય કે બીજી પાંખડીના બીજા વ્યંજન તરફ લક્ષ આપવું; ત્યાં તે વ્યંજનને દેખાવ થાય કે ત્રીજી પાંખડીના ત્રીજા વ્યંજન તરફ ધ્યાન આપવું આ પ્રમાણે પચીસે વ્યંજનનું ધ્યાન કરવું.
ત્યાર પછી મુખ ઉપર આઠ પાંખડીનું કમળ ચિતવવું અને તેમાં બાકી રહેલા આઠ વ્યંજન ગોઠવવા અને તે સળ પાંખડીવાળા કમળની માફક એક એક પાંખડી ઉપર ફર્યા કરે છે તેમ ચિંતવી જોયા કરવું. ( આ પ્રમાણે અક્ષરેનું ધ્યાન કરવું તે માત્રિકા ધ્યાન છે. આ ધ્યાનથી જ્ઞાનાવરણ ઓછું થાય છે. શ્રુતજ્ઞાનને તે પારગામી થાય છે અને બીજું પણ ભૂત ભવિષ્યાદિનું જ્ઞાન થાય છે.
આ સર્વ જુદા જુદા પ્રકારે બતાવ્યા છે તે સર્વ પદસ્થ ધ્યાનના ભેદે છે. આ સિવાય અનેક પ્રકારે આવી રીતે જુદાં જુદાં પદે કે મંત્ર લઈને આ ધ્યાન કરી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org