Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 433
________________ - સુ વા ક્યો વાંચનનો શેખ આનંદનાં દ્વાર ખુલ્લા મુકવાની મહાન સત્તા ધરાવે છે મંદવાડ અને નબળાઈને લીધે એકાંતવાસમાં સડતા આજારીના મનને રંજન કરવાનું તે મુખ્ય સાધન છે. નિદ્રા વગરની રાત્રિના શૂન્ય પહોરને તે પ્રકાશીત કરે છે. મનમાં સુખદાયી વિચારોનો સંચાર કરે છે. વિષાદ અને ગલાની મટાડે છે. ક્રિયામાં અશક્ત અથવા વ્યવસાયી જીવનના કામ વગરના અવકાશને અંગે રહેલી બેચેનીને તે ખસેડે છે. કાંઈ નહી તે થોડા વખતને માટે પણ મનુષ્યની ફિકર ચિંતાને નાશ કરે છે. આ વાંચનના શોખનું વિવેકપૂર્વક પિષણ કરવામાં આવે તે ચારિત્રને કેળવવાનું વિચારને ઉમદા અને વ્યવસ્થિત બનાવવાનું તે અત્યંત બળવાન સાધન થઈ શકે છે વાંચનને શેખ બીજી જાતના આનંદને પણ પુષ્ટી આપે છે. જ્ઞાનની મર્યાદા વિસ્તૃત થાય છે. સહાનુભાવની તથા ગુણની કદર કરવાની વૃતિ તેથી બળવાન થાય છે. સેબત, પ્રવાસ, કળા, કૌશલ્ય ઈત્યાદિ મારફતે મળતા આનંદમાં અને સંસારરૂપી નાટય ભૂમી ઉપર બનતા અનેક બનાવમાં હિત ધરાવતા શીખવાના ગુણોમાં બેસુમાર સુધારો વાંચનથી થાય છે. ૧. - શુકાનીના અંકુશમાં નહિ રહેનારૂં વહાણ, પવન અને ભરતીની અનુકુળતા છતાં પણ, સહી સલામત ધારેલે બંદરે પહોંચતું નથી. તેવી જ રીતે માણસનો સ્વભાવ ગમે તેટલે માયાળુ, પ્રેમાળ અને પવિત્ર હશે પણ, જે તેના ઉપર આત્મસંયમને અંકુશ નહિ હોય અને તે મનોવિકારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436