________________
ધ્યાનદીપિકા
[ ૩લ્પ ]
चन्द्रार्कदीपालिमणिप्रभाभिः किं यस्यचित्तेऽस्ति तमोऽस्तबोधम् । तदन्तकी क्रियतां स्वचित्ते ज्ञान्यंगिनः
થાનગુલીપિયમ્ | હૂ II જેના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકાર રહેલો છે, તેવા મનુષ્યને ચંદ્ર, સૂર્ય, દીપકની શ્રેણી અને મણિની પ્રભા વડે શે ફાયદો થવાનું છે? અર્થાત્ જેનું હૃદય અજ્ઞાન અંધકારથી ઘેરાયેલું છે તેને બાહ્ય વસ્તુના પ્રકાશક સૂર્યચંદ્રાદિથી આંતરઅજ્ઞાનને હઠાવવાને-દૂર કરનાર કાંઈ પણ ફાયદો થવાને નથી. આ કારણથી, હે જ્ઞાનીને વલ્લભ મનુષ્યો ! અંધકારને અંત કરનારી-નાશ કરનારી-આ ઉત્તમ ધ્યાનદીપિકાને તમારા હૃદયમાં સ્થાપિત કરો.
પૂર્વે માનદીપિકાના પ્રારંભમાં કરેલી પ્રતિજ્ઞા અહીં પૂર્ણ થાય છે. આ ધ્યાનદીપિકા આંતરઅજ્ઞાનાંધકારનો નાશ કરનારી છે અને તેથી જ્ઞાનપ્રિય, આત્મપ્રિય, સુખપ્રિય મનુષ્યોએ નિરંતર પિતાના હૃદયમાં સ્થાપન કરવી, અર્થાત આ ગ્રંથમાં જે જે ઉપાયે આત્મજ્ઞાન માટે કહેવામાં આવ્યા છે તે તે પ્રમાણે વર્તન કરવું.
આ કના શરૂઆતના ચંદ્ર પદથી સકલચંદ્ર ઉપાધ્યાય આ ગ્રંથના કર્તા છે તે નામ પણ પ્રગટ થાય છે, કેમ કે પૂર્ણિમાને ચંદ્ર સકલ-આખે-પૂર્ણ હોય છે અને તે ઉપરથી “સકલચંદ્ર” કર્તાએ પોતાનું ગુપ્ત નામ તેમાં છુપાવેલું છે. અને અર્ક, દીપાલિ અને મણિના સંખ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org