Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 436
________________ [ 400 ] - માનદીપિકા વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરો. ખડખડાટ થાય કે મચ્છરાદિ જંતુ શરીર ઉપર આવી બેસે તો પણ શરીરને હલાવે નહિ. શ્વાસની ક્રિયા ઘણી જ શાંતિથી હળવે હળવે કરે. વધારે વખતના અભ્યાસે મન ઘણું જ શાંતિમાં આવશે. 9 કોઈ કાર્યને માટે પિતે અશક્ત છે એમ કદી પણ માનવું નહિ. બીજાના વિચારોના ગુલામ નહિ થવું. દરેક કાર્યને મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખવે. હાર થયા છતાં પણ નિરાશ ન થવું. પ્રબળ ઉત્સાહ રાખવે. આત્મવિશ્વાસ કદિ ખે નહિ. આળસ અને પ્રમાદને તો દેશવટે જ આપ. કાર્ય સિદ્ધિ માટે સતત્ અભ્યાસની જરૂર છે. નાના નાના છોડવાઓ, વૃક્ષ, જનાવરો અને મનુષ્યો દરેક સતત્ અભ્યાસથી કેવી રીતે આગળ વધ્યા છે ? અને વધે છે? તેને વિચાર કરે, દરેક છો આગળ વધવાની શક્તિ ધરાવે છે. 10 આત્માની શક્તિ આત્મામાં હોવા છતાં આત્મિક ગુણે માટે બહાર ફાંફા મારવામાં આવે છે. આ કેટલું બધું પ્રબળ અજ્ઞાન? પૂણે સુખ આત્મામાં હોવા છતાં તે માટે પુદ્ગલ (જડ વસ્તુઓ) ના ચુંથણું ચુંથવાને પ્રયત્ન કરે તે પ્રકાશને અંધકારમાંથી શોધી કાઢવાના પ્રયત્નની માફક નિષ્ફળ છે. 11 –નીતિ વિચાર રત્નમાળામાંથી લેસ્વપૂ૦ આચાર્ય વિજયકેશરસૂરિજી મહારાજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 434 435 436