________________
ધ્યાનદીપિકા
[૩૩]
વ્રતાદિ ધારવાં, પ્રાણાતિપાતાદિની વિરતિરૂપ સંયમમાં રક્ત થવું, ઈત્યાદિ લક્ષણોથી આ ધર્મધ્યાની છે તેમ જાણ શકાય છે.
ધર્મધ્યાનનું ફળ अस्मिनितान्तवैराग्यव्यत्तिपंगतरंगिते ।। जायते देहिनां सौख्यं स्वसंवेद्यमतीन्द्रियम् ॥१९४॥ त्यक्तसंगास्तनुं त्यक्त्वा धर्मध्यानेन योगिनः । अवेयकादिस्वर्गेषु भवन्ति त्रिदशोत्तमाः ॥१९५।।
આ ચાર પ્રકારના ધર્મધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંગથી તરંગિત થયેલા દેહધારીઓને પોતે અનુભવ કરી શકે તેવું અને ઇદ્રિના વિષયને પણ ઓળંગી ગયેલું મહાન સુખ અહીં જ પ્રાપ્ત થાય છે અને સર્વ સંગને ત્યાગ કરનારા તેઓ ધર્મધ્યાનમાં-દેહને ત્યાગ કરી પરલકમાં વેયક નામની દેવ ભૂમિમાં આદિ શબ્દથી બીજા પણ સ્થળમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થાય છે. રૂપાતીત નામને ધર્મધ્યાનમાં ગણવામાં આવેલો ચોથો ભેદ તેને શુક્લ ધ્યાનમાં પણ ગણવામાં આવે છે. ધર્મધ્યાનની ઊંચામાં ઊંચી સ્થિતિ અને શુકુલ ધ્યાનની શરૂઆત એવી રીતે રૂપાતીત ધ્યાનને ગણી શકાય તેમ છે. શુકલધ્યાનનું ફળ મોક્ષ છે. કહ્યું છે કે, हुंतिः सुभासवसंवरविणिजरामरसुहाई विऊलाई। .. इझाणवरस्स फलाई सुहाणुबंधीणि धम्मस्स ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org