________________
ધ્યાનદીપિકા
[૩૪૯ ]
તેની સાથે સ્ફટિક મણિની માફક તે આત્મા તન્મયતાને પામે છે.
ભાવાર્થ-કામની, કૈધની, લોભની, ઈષ્યની, શાંતિની સમતાની, ભયની, મોહની, વિરાગતાની, જ્ઞાનની કે તેવી જ કેઈ પણ ભાવના સાથે આત્માને જોડતાં અર્થાત્ મનમાં તેવી કેઈ પણ ભાવના ઉત્પન્ન કરતાં મન કે આત્મા તે તે આકારે પરિણમે છે; તન્મયપણાને પામે છે. ક્રોધની ભાવના હૃદયમાં ઉત્પન્ન થતાં કે ધરૂપ ઉપગે તત્કાળ પરિણમાય છે. કામની ભાવના ઉત્પન્ન કરતાં કામ ઉત્પન્ન થાય છે. લેભની ભાવના ઉત્પન્ન કરતાં દાતારપણું સંકોચાઈ જઈ કંજૂસાઈ કરતા જણાય છે. ઈર્ષાની ભાવના ઉત્પન્ન થતાં ગુણાનુરાગીપણું નાસી જાય છે. તેમ જ શાંતિ, સમતા કે ક્ષમાની ભાવના હૃદયમાં પ્રગટ થતાં પરમશાંતિ અનુભવાય છે. અને તેટલા વખત સુધી તેની વિરુદ્ધ લાગણીઓ છુપાઈ જાય છે. ભયની ભાવના થતાં એટલે અમુક સ્થળે ભય છે, ભૂત છે વગેરે ભાવના થતાં હૃદયમાં ભય પ્રગટ થાય છે. બને ત્યાં સુધી તેવા સ્થળે જવાનું બંધ જ કરી દે છે. મોહિની ભાવ નાથી વિરાગ નાસી જાય છે અને હૃદયમાં તેનું જ સામ્રાજ્ય સ્થપાય છે. પછી જ્યાં વીતરાગની ભાવનાએ હદયમાં સ્થાન લીધું કે મને ઉચાળા ભરવા જ પડે છે. જ્ઞાનની ભાવનાથી હૃદયમાં વિવિધ વિચારો અને જ્ઞાન પ્રગટ થાય છે. આ જ પ્રમાણે હું સર્વજ્ઞ છું આ ભાવના પ્રબળ રૂપ ધારણ કરી બીજી બધી ભાવનાઓને સદાને માટે દેશવટે આપે તે સર્વજ્ઞ પણ થવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org