________________
[ ૩૫૪ ]
ધ્યાનદીપિકા છે. આવી શક્તિવાળા મનુષ્યને જ્ઞાની પુરુષે ભલામણ કરે છે કે કૌતુકને ખાતર પણ અસધ્યાનને જરા જેટલો અવકાશ ન આપે. તેને અસદધ્યાન એટલા માટે કહેવામાં આવે છે કે મને શક્તિને આ દુરુપયોગ છે. મને શક્તિ એકત્ર કરવાનું મુખ્ય કારણ એ છે કે તેના મજબૂત બળથી ખરાબ વાસનાઓ ઉપર વિજય મેળવો. અનાદિ કાળના ઘર કરીને રહેલા મલિન સંસ્કારે કે કર્મોને મારી હઠાવવા અને આવા પ્રબળ મને બળથી કર્મોને નાશ કરી શકાય છે જ. તે ઉત્તમ અને મહાન ઉપયેગી કાર્ય આત્મવિશુદ્ધિ મેળવવાનું મૂકી દઈ જ્યારે મનુષ્ય આ દુનિયાનાં ક્ષણિક અને માયિક સુખ માટે, અધિકાર માટે અને તેવા જ પ્રકાર રનાં મનને ચેડે વખત આનંદ આપનારાં પણ અન્યને હાનિ પહોંચાડનારાં અથવા પરિણામે દુઃખ ઉત્પન્ન કરનારાં સુખ માટે તે મહાન શક્તિને ઉપયોગ કરે તે તેને તેને ખરાબ બદલો મળ્યા સિવાય રહે નથી. આત્મશક્તિમાંથી તે પતિત થાય છે.
શાસ્ત્રકાર કહે છે કે આ યાનને અવ્યય અથવા આવું અસદધ્યાન જે તમે કરશે તે તે ધ્યાન તમારા પિતાના જ નાશને માટે થશે. અન્યને આધીન કરવાની ઈચ્છા તે તમને જ અન્યને આધીન બનાવશે. અન્ય ઉપર સામ્રાજ્ય ભોગવવાની ઈચ્છા તમારા ઉપર અન્યને સામ્રાજયકર્તા બનાવશે. સિદ્ધિઓની ઈચ્છા આત્મમાર્ગથી તમને નીચે પટકશે, અને ફરી તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું ઘણું છેટું જશે. માટે ભૂલેચૂકે કૌતુક માટે પણ તે શક્તિને આત્મલાભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org