________________
માનદીપિકા
[ ૩૬૩]
મૂળ સ્વરૂપમાં આવી રહે છે ત્યારે આ જગતના સર્વ જી સત્તાસ્વરૂપે તેને પોતાના જેવા શુદ્ધ ભાસે છે, અર્થાત્ મૂળ સ્વરૂપમાં આવી પહોંચ્યા પછી ઉપાસ્ય કે ઉપાસક જુદા રહેતા નથી. ઉપાસ્ય તે જ ઉપાસક બની રહે છે. આત્માની આ પરમ ઉત્કૃષ્ટ અથવા પૂર્ણ દશા છે.
મનને શિખામણ अंत:करणाकर्णय स्वात्माधीशं विहाय मान्यत्वम् । ध्याने वस्त्ववतारय यतस्तदन्यच्च बंधकरम् ।।१७७||
હે અંતઃકરણ! તું સાંભળ. તારા આત્મારૂપ માલિકને મૂકીને અન્ય કોઈ પણ વસ્તુને તું ધ્યાનને વિષે અવતારીશ નહીં–ધ્યાનમાં લાવીશ નહી, કેમ કે આત્માથી અન્ય સર્વ વસ્તુ કર્મબંધ કરનારી છે, અર્થાત્ બંધમાં ફસાવનારી છે.
ભાવાર્થ—શરૂઆતમાં રૂપાતીત ધ્યાનમાં કઈ કઈ વખત અપૂર્વ, આનંદ આવી જાય છે. પાછા વિક્ષેપ ઘેરી લે છે. જેમ જેમ આત્મધ્યાનનું બળ વધતું જાય છે, નિરાકાર ધ્યાન વૃદ્ધિ પામતું જાય છે, તેમ તેમ વિક્ષેપને હઠાવવાનું અપૂર્વ બળ વધતું જાય છે. તથાપિ અનાદિ કાળના અભ્યાસને લઈ વિક્ષેપમાં ફસાઈ જનારા અંતઃકરણને બુદ્ધિ શિખામણ આપે છે કે હે મન ! તું સાંભળ મારી વાત પર લક્ષ આપ. , આ તારે માલિક આત્મા છે. તેને મૂકીને તું તારા મનમાં બીજી વસ્તુને ઉતારીશ નહિ. તારા હદયમાં તેથી અન્ય કોઈ પણ વસ્તુને સ્થાન આપીશ નહીં. તારા મનમાં કંઈ પણ જાતના વિકલપને પ્રવેશ કરવા દઈશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org