Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 398
________________ [ ૩૬૨ ] ધ્યાનદીપિકા તે વખતની સ્થિતિ કેવી થાય છે? यः परात्मा परं सोऽहं योऽहं स परमेश्वरः । मदन्यो न मयोपास्यः मदन्येन च नाप्यहम् ॥१७६।। જે પરમાત્મા છે તે હું છું અને જે હું છું તે પરમેશ્વર છે. મારા વડે ઉપાસના (ધ્યાન) કરવા લાયક મારાથી બીજે કેઈ નથી અને મારાથી અન્ય વડે હું પણ ઉપાસના કરવા ગ્ય જુદે નથી (મારાથી બીજે મારો ઉપાસ્ય નથી અથવા મારાથી બીજા વડે ઉપાસના કરવામાં હું જુદો નથી). ભાવાર્થ –ધ્યાન કરનાર જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તે, તે સ્વરૂપ થઈ રહે છે, એટલે ધ્યાતા જ્યારે ધ્યેય થઈ રહે છે ત્યારે તે પિતાની સ્થિતિને જે અનુભવ કરે છે તે આ છે કે જે પરમાત્મા છે, જેનું હું ધ્યાન કરતે હતે તે પરમાત્મા તે હું પોતે જ છું અને હું છું તે પરમાત્મા જ છે. હું જેનું ધ્યાન કરતો હતો તેમાં અને મારામાં કેઈ જાતનો તફાવત નથી. અમે કઈ પણ આત્મસ્થિતિમાં જુદા પડી શકતા નથી. મારે ઉપાસના કરવા લાયક મારાથી જુદો બીજે કઈ નથી અને મારાથી બીજા વડે હું પણ કઈ રીતે જુદે નથી એટલે મારાથી અન્ય મારી ઉપાસના કરે તેવું પણ કાંઈ નથી, કારણ કે તે પણ મારી માફક પૂર્ણ સ્વરૂપ છે. પિતાના મૂળ સ્વરૂપના અજ્ઞાનથી જ આ ઉપાસ્ય-ઉપાસક ભાવ પ્રગટ થાય છે. સર્વ જીવાત્માએ પિતાના જ સ્વરૂપને જાણે-અનુભવે તે પછી ઉપાસ્ય-ઉપાસક જેવી સ્થિતિ કે જરૂરિયાત રહેતી નથી. આત્મા પિતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436