________________
[ ૩૪૮ ]
ધ્યાનદીપિકા
વીતરાગનું ચિંતન કરતાં વીતરાગ થઈને કર્મથી મુક્ત થવાય છે. અને સરાગીઓનું આલંબન લેતાં, કામાદિને, ઉત્પન્ન કરનાર સરાગીપણું પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ—હું સર્વજ્ઞ છું, હું પરમાત્મા છું આવા વીતરાગ ભાવને સૂચક (કારણ કે પરમાત્મા રાગદ્વેષાદિથી રહિત-વીતરાગ જ હોય છે) પદેનું ચિંતન કરવાથી વીતરાગના સત્ય સ્વરૂપનું, તેના ખરા જીવનનું આલંબન લઈને તેવી તેવી ભાવના પ્રમાણે મનને અહોનિશ પરિણમાવવાથી પિતામાં તે વીતરાગપણું પ્રગટ થાય છે અને કર્મબંધનોથી મુક્ત થવાય છે. જે આ જીવ તેવા ઉત્તમ આલંબનનું ધ્યાન ભૂલી જઈને રાગી માણસનું આલંબન લેશે, તે તેના હૃદયમાં રાગની લાગણીઓ પ્રગટ થશે, નાનાપ્રકારના વિકારો પ્રગટ થશે અને છેવટે તે મર્યાદાનું ઉલ્લંઘન કરશે. કારણ કે તેણે પિતાના મનોબળને ઉપગ સરાગી આલંબન સાથે જોડ્યો છે. સામું આલંબન વિકારી છે તે તો એક શિક્ષક જેવું છે. તેમાં જે ગુણ હશે, જે જે ભા હશે, તે તે ગુણ, તે તે ભાવ આ હૃદયમાં પ્રગટ થશે જ. માટે તેનું ફળ મળે છે, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે.
તે ઉપર દષ્ટાંત બતાવે છે. येन येन हि भावेन युज्यते यंत्रवाहकः । तेन तन्मयतां याति विश्वरूपो मणियथा ॥१६॥ જે જે ભાવનાઓ સાથે આત્માને જોડવામાં આવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org