________________
[ ૩૩૮ ]
ધ્યાનદીપિકા
ચિંતવતા જવું. છેવટે વાળના જેવી ચંદ્રકળા રહે ત્યાં સુધી
ધ્યાન કરવું. આ ધ્યાનથી એકાગ્રતા સાથે મન નિશ્ચળ અને નિર્મળ થાય છે. આથી વિવિધ પ્રકારની સિદ્ધિઓ પણ થાય છતાં સાધકે તેમાં ન લેભાતા પિતાનો અભ્યાસ આગળ ચાલુ રાખ, નહિતર પતિત થવાને પ્રસંગ આવે છે. સિદ્ધિ તે કાંઈ કર્તવ્ય કે છેવટનું પ્રાપ્તવ્ય નથી ત્યાર પછી તે લક્ષ મૂકી દઈ નિરાકારનું લક્ષ રાખી નિરાકારનું ધ્યાન કરવું કે જે નિરાકાર, નિર્વિચાર લક્ષ વિનાની અથવા આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષવાળી સ્થિતિ છે તેનું ધ્યાન કરવું તે સ્થિતિમાં કોને ક્ષય થઈ આત્મસ્થિતિ પ્રાપ્ત થાય છે.
અથવા ૐ નમો અરિહંતાણં આ આઠ અક્ષરના પદનું ધ્યાન કરવું. આ ધ્યાન એવી રીતે કરવું કે પૂર્વ દિશામાં મૂકે ત્યાર પછી અનુક્રમે બીજા અક્ષરે દિશા વિદિશામાં મૂકી ગોળ કુંડાળાના આકારમાં ગોઠવી તે અક્ષરો પર લક્ષ રાખી જોયા કરવું એટલે તે અક્ષરનું ધ્યાન કરવું,
આ પ્રમાણે ધ્યાન કરવું. અથવા પૂર્વ દિશામાં રહેલા એ ઉપર દષ્ટિ આપી મનમાં તો બોલો પછી ન ઉપર પછી મો ઉપર એમ અનુક્રમે આઠે અક્ષર ઉપર દૃષ્ટિ આપી
* નમો અરિહંતા એ જાપ પૂરો કરે. આ એક જાપ થયે. આવી રીતે દરેક અક્ષર ઉપર દષ્ટિ રાખી હદયકમળમાં તે મંત્રનો અગિયારસ વાર જાપ કર. આ જાપ આઠ દિવસ કરતાં તેના અક્ષરે ચંદ્ર જેવા નિર્મળ જોવામાં આવશે. તે જેવાથી ધ્યાન કરનારમાં એવું બળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org