________________
ધ્યાનદીપિકા
[ ૩૩૭ ]
કરે અગર ૩ષ્કારનું ધ્યાન કરવું. અથવા એકલા અહ. મંત્રને હૃદયમાં જાપ કરે કે ધ્યાન કરવું. આ પણ કુંભક સાથે જ કરે. મનની વિક્ષેપતા અથવા ચપળતા મટાડવા માટે આ જાપ વખતે કુંભક કર્યા પછી તે કુંભકમાં જ આ મર્દ મંત્રને જુદા જુદા શરીરાદિના ભાગોમાં ફેરવ-ચિંતવે. જેમ કે પ્રથમ કુંભક કરી હું એ મંત્રને હદયમાં જે પછી તરત જ તે સ્થાન બદલી ભ્રકુટિમાં. ત્યાંથી મુખમાં, તાજુમાં, નેત્રમાં ક્રમે જેવો. ત્યાંથી મનની કલ્પના વડે શરીરની બહાર કાઢી જ્યોતિષચક્રમાં લઈ જા. ત્યાંથી ચારે દિશાઓમાં, આકાશના મધ્યમાં અને છેવટે મોક્ષસ્થાનમાં લઈ જવો. આ પ્રમાણે ફેરવ્યા પછી કુંભક મૂકી દે. પાછા કુંભક કરી તે પ્રમાણે જ ધ્યાન કરવું. આવી રીતે વારંવાર કરવાથી મન પવિત્ર અને શાંત થવા સાથે એકાગ્ર થાય છે. અથવા ચંદ્રની કળાનું ધ્યાન કરવું એટલે આઠમના ચંદ્ર જેવી સ્વચ્છ અને પ્રકાશિત આકૃતિ કલ્પી તેનું ધ્યાન કરવું. આ ચંદ્રની કળાને હૃદયમાં કે ભ્રકુટિમાં જોયા કરવી. તેમાં જ લક્ષ રાખી આ ચંદ્રકળાની માફક નિર્મળ અને પ્રકાશ સ્વરૂપ, પરમ શાંતિમય શુદ્ધ સ્વરૂપ હું આત્મા છું આ વિચાર કર્યા કરે. આ સિવાય બીજું કાંઈ પણ ચિંતન ન કરવું તે તેનું ધ્યાન છે. આ સ્થળે કુંભકની જરૂર નથી. જેમ લાંબા વખત સુધી ધ્યાન થાય, સ્થિરતાપૂર્વક બીજા વિકલ્પ સિવાય રહી શકાય ત્યાં સુધી તે ચંદ્ર કળામાં સ્થિર થવું, ત્યારપછી તે ચંદ્રકળાને ધીમે ધીમે પાતળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org