________________
ધ્યાનદીપિકા
[ ૩૨૧ ] પિંડસ્થ-પિંડ–દેહ તેમાં રહેલ તે પિંડ. તેનું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન. પિંડમાં પાંચ ભૂત છે, તથા આત્મા છે. તેથી પ્રથમ પાંચ ભૂતની સ્થૂળ ધારણ બતાવી છે અને તેમાં મન સ્થિર થતાં જે સાધ્ય પિંડમાં રહેલ આત્મા છે તે ડિસ્થનું ધ્યાન બતાવેલ છે. પિંડસ્થ ધારણાને ખરો અર્થ આ જ છે કે પિંડ એટલે શરીર અને તેમાં રહેલ આત્મા તે જ પરમાત્મા છે. તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. આ વાત પાંચમી ધારણું વખતે પ્રગટ કહેવામાં આવશે.
પાર્થિવી ધારણું तिर्यगलोकसमं ध्यायेत् क्षीराब्धि तत्र चांबुजम् । सहस्रपत्रं स्वर्णाभं जंबुद्वीपसमं स्मरेत् ॥ १३९ ॥ तत्केसरततेरंतःस्फुरपिंगप्रभाजिताम् । स्वर्णाचलप्रमाणां च कणिकां परिचिंतयेत् ॥१४॥ श्वतसिंहासनासीनं कर्मनिर्मूलनोद्यतम् । आत्मानं चिंतयेत्तत्र पार्थिवी धारणेत्यसौ ॥१४॥ તિર્જીકના જેવડે એક ક્ષીરસમુદ્ર ચિંતવ. તેમાં જબુદ્વીપ જેટલા પ્રમાણનું, સોના સરખી હજાર પાંખડીવાળું એક કમળ ચિંતવવું. તે કમળનાં કેસરની પંક્તિની અંદર ચળકતી પીળી કાંતિવાળી મેરુ પર્વતના જેવડી કણિકા ચિંતવવી. તેના ઉપર ધોળા સિંહાસન ઉપર બેઠેલા, કર્મને મૂળથી ઉખેડી નાખવાને તત્પર થયેલા પિતાના આત્માને ચિંતવ. આ પાર્થિવી ધારણા છે.
૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org