________________
ધ્યાનદીપિકા
[ ૧૭ ]
મનાયેગાદિના નિગ્રહરૂપ ધ્યાન અંગીકાર કરવાને ક્રમ મોક્ષ જવાના અવસરે કેવળ જ્ઞાનીઓને હોય છે. બાકી અધિકારીઓ તે જેમ સમાધિ ઊપજે તેમ કરી લે છે.
| ધર્મધ્યાનના ચાર ભેદ आज्ञापायविपाकस्य क्रमशः संस्थितेस्तथा । विचयाय पृथग ज्ञेयं धर्मध्यानं चतुर्विधम् ॥१२०॥
આજ્ઞા સંબંધી, અપાય સંબંધી, વિપાક સંબંધી અને સ સ્થાન સંબંધી વિચાર કરવા માટે અનુક્રમે ધર્મધ્યાન ચાર પ્રકારે જુદું જુદું જાણવું.
ભાવાથ–વસ્તુનો સ્વભાવ-આત્મસ્વરૂપ-તે ધર્મ છે. વષ્ણુ સદાવો ધમો વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી દયાન-વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કરવા કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે વિચારો કરવા, જે જે નિર્ણય કરવા મન ઉપર તે તે સ્વભાવને લગતા સંસ્કારો પાડવા તે ધર્મધ્યાન છે.
ધર્મધ્યાનથી વસ્તુસ્વભાવમાં પ્રવેશ કરવાની લાયકાત આવે છે અને શુકલધ્યાનથી આત્મસ્વરૂપ થઈ રહેવાય છે. શરૂઆત ધર્મધ્યાનથી થાય છે, જેમાં મુખ્યતાએ વિચારણા કરીને અશુભ ભાવના કે વાસનાથી મનને પાછું હઠાવવું અને શુભ વિચારણા કે વાસના વડે મનને પિષિત કરવાનું છે.
૧ આજ્ઞા સંબંધી વિચારે કરવા, ૨ દુઃખનાં કારણોના વિચાર કરવા, ૩ દુઃખનાં ફળનો વિચાર કરી તેથી પાછા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org